ધારાસભ્ય ચૈતર વસાવા સુરત સિવિલ હોસ્પિટલ પહોચ્યા, આપઘાતનો પ્રયાસ કરનાર ભાઈના ખબર અંતર પૂછ્યા

ભાઈના ખબર અંતર પૂછવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ચૈતર વસાવાના ત્રણ દિવસના જામીન મંજૂર કરતા તેઓ સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી ભાઈના ખબર અંતર પૂછ્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 02 Nov 2026 03:45 PM (IST)Updated: Mon, 02 Nov 2026 03:45 PM (IST)
chaitar-vasava-visits-surat-civil-hospital-after-getting-threeday-bail-from-supreme-court

Surat News: ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા પી લીધી હતી જે બાદ તેઓ સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે ભાઈની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનનીય સુપ્રીમ કોર્ટે ચૈતર વસાવાને ત્રણ દિવસના જામીન મંજૂર કર્યા છે, આજે ચૈતર વસાવા સુરતની સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા અને પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી ભાઈના ખબર અંતર પૂછ્યા હતા.

ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે તેમના નાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે બાદ તેઓને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાઈના ખબર અંતર પૂછવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ચૈતર વસાવાના ત્રણ દિવસના જામીન મંજૂર કરતા તેઓ સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી ભાઈના ખબર અંતર પૂછ્યા હતા.

પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સુરતમાં તેમના નાના ભાઈની જે ક્રીટીકલ કંડીશન છે તેને લઈને તેમની મુલાકાતે આવ્યા હતા, સુપ્રીમ કોર્ટે 3 દિવસના જામીન તેમના ભાઈની તબિયતને લઈને આપ્યા હતા, આજે ચૈતરભાઈ વસાવા સુરતમાં સિવિલ હોસ્પિટલમાં તેમના ભાઈને મળ્યા છે સાથે જ ડોકટરો સાથે પણ ચર્ચા કરી છે, છેલ્લા 22 દિવસથી તેમના ભાઈ હોસ્પિટલમાં દાખલ છે, લાઇફ સ્પોર્ટીંગ સીસ્ટમ ઉપર સતત જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

ડોકટરો સાથે જે ચર્ચા થઇ અને ડોકટરો તરફથી જે સિવિલ હોસ્પિટલમાં મહેનત કરવામાં આવી છે જેને લઈને સિવિલ હોસ્પિટલના ડોકટરોનો પણ અમે આભાર માનીએ છીએ તેમણે જીવ બચાવવા માટે ખુબ મહેનત કરી છે, પણ હાલની જે પરિસ્થિતિ છે ત્યારે ડોકટરોએ એમ કીધું છે કે હજુ પણ એમની હાલત ક્રીટીકલ છે બે ત્રણ દિવસ સારવાર ચાલુ રાખવામાં આવશે અને જો એ રીકવર નહી થાય તો એમને બીજી હોસ્પિટલમાં પણ બતાવી શકાય અને બીજી હોસ્પિટલમાં સારવાર કરાવી શકાય એ માટે ડોકટરો તરફથી પણ કહેવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જરૂર પડ્યે તો દિલ્હી કે મુંબઈ કે જ્યાં પણ લઇ જઈ શકાય ત્યાં લઇ જઈ એ સ્વસ્થ થાય તેના તમામ પ્રયત્ન કરવાના છે, આજે ચૈતરભાઈ વસાવા ઘણા સમયથી જેલમાં છે અને આ ખૂબ દુખદ ઘટના એમના પરિવાર માટે છે. તેમના પરિવારમાં સૌથી મોટા ભાઈ તરીકે તમામ જવાબદારી ચૈતરભાઈની હોય ત્યારે પરિવારજનો સભ્ય જેલમાં હોય અને આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે સ્વભાવિક છે કે બધા માટે ચિંતાનો વિષય હોય, ભાઈની તબીયત અંગે ચૈતરભાઈ ત્રણ દિવસ અહી રહીને સતત મોનીટર કરશે. અમે હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફનો આભાર માનીએ છીએ અને માનનીય સુપ્રીમ કોર્ટનો પણ આભાર માનીએ છીએ કે ભાઈની તબિયત માટે આટલો સમય આપ્યો છે.