Surat News: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સના સમાપન સમારોહમાં ભાગ લીધો

દેશના GDPમાં આશરે 8.4% યોગદાન, ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% હિસ્સો અને ભારતના કુલ નિકાસમાં 33% ગુજરાતની ભાગીદારી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 02 May 2026 06:37 PM (IST)Updated: Sat, 02 May 2026 06:37 PM (IST)
bjp-state-president-jagdish-vishwakarma-attended-the-closing-ceremony-of-vibrant-gujarat-regional-conference-in-surat

Surat News: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરત સ્થિત ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ- દક્ષિણ ગુજરાતના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે વર્ષ 2003માં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરીને ગુજરાતને વૈશ્વિક રોકાણના નકશા પર સ્થાપિત કર્યું હતું અને છેલ્લા બે દાયકામાં ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત એટલે ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સી એમ ત્રણ આધારસ્તંભો પર ઉભેલું વિકાસ મોડલ.

વિશ્વકર્માએ આગળ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ ગુજરાતે ‘વસુધૈવ કુટુંબકમ્ – One Family, One Earth, One Future’ના મંત્રને સાર્થક કર્યો છે. એક સમય હતો જ્યારે દેશ માત્ર કૃષિ આધારિત અર્થતંત્ર સુધી મર્યાદિત હતો, પરંતુ આજે ઇન્ડસ્ટ્રીયલ, રૂરલ, મેડિકલ, ડિજિટલ, ટુરિઝમ, સ્પિરિચ્યુઅલ, બ્લૂ, ગ્રીન અને ઓરેન્જ અર્થતંત્ર જેવા વિવિધ ક્ષેત્રોમાં ગુજરાત અગ્રેસર બની ગયું છે.

naidunia_image

ગુજરાતમાં પ્રો-એક્ટિવ પોલિસી, સિંગલ વિન્ડો સિસ્ટમ, મિનિમમ બેરિયર્સ, મજબૂત લોજિસ્ટિક્સ, ડિજિટલ ગવર્નન્સ અને ઈઝ ઓફ લિવિંગ જેવી સુવિધાઓને કારણે બિઝનેસ ફ્રેન્ડલી ઈકોસિસ્ટમ ઉભી થઈ છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ગુજરાત દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે, શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે અને ગૂડ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ છે,જે વડાપ્રધાન મોદીના દૂરંદેશી નેતૃત્વને આભારી છે.

naidunia_image

દેશના GDPમાં આશરે 8.4% યોગદાન, ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% હિસ્સો અને ભારતના કુલ નિકાસમાં 33% ગુજરાતની ભાગીદારી છે. 254 GIDC, Fortune 500માં સ્થાન ધરાવતી 100થી વધુ કંપનીઓ અને સેક્ટર-સ્પેસિફિક પોલિસીઓ ગુજરાતને ઉદ્યોગ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવે છે.પીનથી લઈને પ્લેન સુધીનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તેમણે રાજ્યની મજબૂત કનેક્ટિવિટી, રોડ, રેલ, એર અને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કનો પણ ઉલ્લેખ કર્યો.

સુરત અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે 16મી સદીનું સમૃદ્ધ બંદર આજે 21મી સદીમાં વિશ્વપ્રસિદ્ધ ‘સિલ્ક સિટી’ અને ‘ડાયમંડ સિટી’ તરીકે ઉભરી આવ્યું છે. 240 માર્કેટ્સ, 70 હજારથી વધુ વેપારીઓ, 18થી 20 લાખ લોકોને રોજગારી અને દોઢ લાખ કરોડનું વાર્ષિક ટેક્સટાઈલ ટર્નઓવર સુરતની આર્થિક શક્તિ દર્શાવે છે.

વિશ્વના 30% કાપડ ઉત્પાદન અને ભારતના 65% મેન-મેડ ફાઇબરનું ઉત્પાદન સુરત કરે છે. તેમણે ઉમેર્યું કે, દરરોજ આશરે 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થવું એ સુરતની વિશાળ ક્ષમતા દર્શાવે છે. ટેક્સટાઈલ પોલિસી હેઠળ મળેલી સહાય, ટેક્સટાઈલ પોલિસી-2024 તેમજ વડાપ્રધાન મોદીની અસરકારક વિદેશ નીતિના કારણે સુરતના ગારમેન્ટ એક્સપોર્ટ માટે નવા વૈશ્વિક બજારો ખુલ્યા છે.

તેમણે જણાવ્યું કે PM મિત્ર પાર્ક, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન અને ડાયમંડ બુર્સ જેવી પ્રોજેક્ટ્સ શહેરને નવી ઊંચાઈ પર લઈ જશે. સુરત આજે યુવાનો માટે ‘ડ્રીમ સિટી’ બની ગયું છે. દક્ષિણ ગુજરાતમાં જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઈલ, કેમિકલ્સ, ટુરિઝમ, એગ્રો-પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં વિશાળ સંભાવનાઓ છે, સાથે જ ક્રુઝ ટુરિઝમ, પારસી હેરિટેજ સર્કિટ અને ઈકો-ટુરિઝમ વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.