Surat News: ઈચ્છાપોર વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર યુવકે દુષ્કર્મ આચર્યું, આરોપીએ લોકઅપમાં ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો

Surat News:સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ૩૬ વર્ષના યુવકે ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો દરમ્યાન પોલીસ મથકના લોકઅપમાં આરોપીએ પોતાના અંડરગારમેન્ટના નાડા વડે ફાંસો ખાઈ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 08 Oct 2026 10:51 PM (IST)Updated: Thu, 08 Oct 2026 10:51 PM (IST)
a-young-man-raped-an-8yearold-girl-in-the-ichchhapor-area-the-accused-attempted-suicide-by-hanging-himself-in-the-lockup

Surat News:સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ૩૬ વર્ષના યુવકે ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો દરમ્યાન પોલીસ મથકના લોકઅપમાં આરોપીએ પોતાના અંડરગારમેન્ટના નાડા વડે ફાંસો ખાઈ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ મૂળ બિહારના બકસર જિલ્લાનો વતની અને હાલમાં સુરતના મોરાગામ સ્થિત રહેતો ૩૬ વર્ષીય મનીષ પરશુરામ રાય [ભૂમિહાર]એ ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની માતા આરોપીને ઓળખતી હતી. બાળકીની માતાનો તેના પતિ સાથે અણબનાવ ચાલી રહ્યો છે અને બાળકીની માતા આરોપી સાથે થોડા સમય પહેલા જ સંપર્કમાં આવી હતી, બનાવના દિવસે માતાએ બાળકીને આરોપીના ઘરે જમવા માટે મોકલી હતી દરમ્યાન આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને કહેશે તો માર મારવાની અને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આરોપીએ બાળકીને આપી હતી જેથી બાળકી ડરી ગયી હતી જો કે બાદમાં બાળકીએ સમગ્ર હક્કિત માતાને જણાવી હતી જે બાદ આ સમગ્ર મામલો ઈચ્છાપોર પોલીસ મથકે પહોચ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને ગણતરીના કલાકોમાં જ આરોપી ૩૬ વર્ષીય મનીષ પરશુરામ રાય [ભૂમિહાર]ને ઝડપી પાડ્યો હતો.

ઈચ્છાપોર પોલીસે આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ મથકના લોકઅપમાં રાખ્યો હતો દરમ્યાન આરોપીએ બદનામી અને સજાના ડરથી પોલીસ મથકના લોકઅપમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોતે પહેરેલા અંડરગાર્મેન્ટની સિલાઈમાંથી નાડું ખેંચી કાઢ્યું હતું અને બેઠા-બેઠા જ લોકઅપના લોખંડના સળિયા સાથે નાડું બાંધીને ગળાફાંસો ખાવાની કોશિશ કરી હતી.જો કે વજનને કારણે નાડુ તૂટી જતા તે પછડાતા તેના માથાના ભાગે ઈજા થઇ હતી બીજી તરફ ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને તેને સમયસર સિવિલ હોસ્પિટલ પહોચાડ્યો હતો. હાલ આરોપીની હાલત સ્થિર છે. ઈચ્છાપોર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.