Surat News: સુરત શહેરમાં રામ નવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આજે રામ નવમી છે દેશભરમાં રામ નવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત શહેર પણ આ ઉજવણીમાંથી બાકાત નથી. સુરતના મંદિરોમાં આરતી, ભંડારા, રામધૂન સહિતના આયોજનો કરાયા છે તેમજ વહેલી સવાર થી જ ભક્તો દર્શન માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર જય શ્રી રામ ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.
બીજી તરફ સુરતમાં રામ નવમી નિમિતે બાઇક રેલી, શોભાયાત્રા સહિતના આયોજનો કરાયા હતા. સુરતમાં અલગ અલગ જગ્યાએ શોભાયાત્રા, બાઇક રેલીનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રામાં ભગવાન રામ અને હનુમાનજીની ઝાંખી પણ રજૂ કરાઈ હતી. સુરતમાં હર્ષોલ્લાસ સાથે રામ નવમીની ઉજવણી થઈ હતી.
