Surat News:સુરતના વરાછા વિસ્તારમાં બસમાં મુસાફરી કરી રહેલા એક હીરા દલાલનું ખિસ્સું કપાયું હોવાની ઘટના બની છે. ખિસ્સામાંથી ૪૦ થી ૫૦ હજારની કિમંતના ચોરી કરી લેવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસે બસમાં સવાર તમામ મુસાફરોને ચેક કર્યા પણ ચોર મળ્યો ન મળ્યો ન હતો
મળતી માહિતી મુજબ હીરા દલાલ રસિકભાઈ જીયાણી કાપોદ્રા ચોપાટી પાસેથી બીઆરટીએસ બસમાં બેઠા હતા અને વરાછા મિનીબજાર પાસે ઉતર્યા હતા. જો કે તે દરમ્યાન તેઓને ખ્યાલ આવ્યો કે તેમનું ખિસ્સું કપાઈ ગયું છે. હીરા દલાલનું ખિસ્સું કાપી ગઠીયો ખિસ્સામાં રહેલા ૪૦ થી ૫૦ હજારની કિંમતના હીરા તેમજ વેપારીની ચિઠ્ઠી ચોરી કરી લીધી હતી. ઘટનાને પગલે વરાછા પોલીસ સ્ટેશનની સામે જ બસને રોકવામાં આવી હતી અને પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં આવી હતી પોલીસે બસમાં સવાર તમામ મુસાફરોને ચેક કર્યા પરંતુ ચોર હાથે લાગ્યો ન હતો .વરાછા પોલીસે ભોગ બનનાર રસિકભાઈ જીયાણીની વિધિવત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે
રસિકભાઈ જીયાણીએ જણાવ્યું હતું કે હું ચોપાટીથી બસમાં બેઠો અને મિનીબજાર હીરા બજાર પાસે ઉતરતા જ મારું ખિસ્સું કપાઈ ગયું હતું જેમાં વેપારીના હીરા અને વેપારીની ચિઠ્ઠીઓ પણ હતી. બસમાં ફૂલ ટ્રાફિકમાં મારું ખિસ્સું કાપી લીધું અને બસમાંથી ઉતરતી વખતે મને ખ્યાલ આવ્યો કે મારું ખિસ્સું કપાઈ ગયું છે અને અંદાજીત ૪૦ થી ૫૦ હજાર રૂપિયાના હીરા હતા.
