સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત 48મી નાટ્યસ્પર્ધાનો આજથી પ્રારંભ

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Mon, 12 Sep 2022 11:47 AM (IST)Updated: Mon, 12 Sep 2022 01:53 PM (IST)
48th-drama-competition-organized-by-surat-municipal-corporation-starts-today

સુરત.
સુરત મહાનગરપાલિકામાં આજે એટલે કે 12 સપ્ટેમ્બરે 48મી નાટ્યસ્પર્ધાનો સંજીવકુમાર ઓડિટોરિય ખાતે પ્રારંભ થવાનો છે. છેલ્લા 50 વર્ષોથી સુરત મનપા આ નાટ્યસ્પર્ધાનું આયોજન કરે છે. અત્રે નોંધનિય છે કે સુરત દેશની એકમાત્ર મહાનગરપાલિકા છે જે સતત નાટ્યસ્પર્ધાનું આયોજન કરે છે.

આ નાટ્યસ્પર્ધામાં સતત 9 દિવસ 9 અલગ-અલગ નાટકો ભજવાશે. કોરોનાકાળમાં બે વર્ષ બંધ રહ્યા બાદ આ નાટ્યસ્પર્ધા ફરી શરુ કરવામાં આવી છે. આજે સૌ પ્રથમ મનુષ્ય નામે મહાભારત નાટક ભજવાશે.