Surat News: સુરત એરપોર્ટ પરથી સોનાના બિસ્કીટ ઝડપાયા છે. મોબાઈલ ફોનના ફ્લીપ કવરમાં સોનાના બિસ્કીટ સંતાડી રાખવામાં આવ્યાં હતાં. જો કે આ બનાવની જાણ અમદાવાદ કસ્ટમ એર ઇન્ટેલેજીન્ટ યુનિટને થતા તેઓએ મોબાઈલ ઝડપી પાડ્યો હતો. મળી આવેલા 10 બિસ્કીટની કિંમત 68 લાખનાં હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ સુરત અરપોર્ટ પર લગેજ ટ્રોલીમાં બિન વારસી હાલતમાં મોબાઈલ ફોનનું કવર બિન વારસી હાલતમાં મળી આવ્યું હતું. બનાવની જાણ અમદાવાદ કસ્ટમ એર ઇન્ટેલેજીન્ટ યુનિટને થતા તેઓએ મોબાઈલ ફોનનું કવર તપાસ્યું હતું. જેમાંથી સોનાના 10 બિસ્કીટ મળી આવ્યા હતા.
અધિકારીઓએ આ અંગે એરપોર્ટ પર હાજર લોકોની પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિએ તેની માલિકીનો દાવો કર્યો નથી. જેથી આ સોનાના બિસ્કીટ કબજે લેવામાં આવ્યા છે. મોબાઈલ ફોનના કવરમાં મળી આવેલા સોનાના 10 બિસ્કીટની કિમંત 68 લાખ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અહી શારજહાંથી ફ્લાઈટ સુરત એરપોર્ટ પર આવી હતી અને ત્યારબાદ અહીથી સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા.
સોનું લાવનાર વ્યક્તિ અધિકારીઓથી બચવા માટે મોબાઈલને ટ્રોલીમાં મૂકી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે કસ્ટમ વિભાગે સોનું કબજે લીધું છે. તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.