Kutch: અંજારમાં કેમો સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં બ્લાસ્ટ, 7 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Jan 2024 11:12 PM (IST)Updated: Sun, 14 Jan 2024 11:12 PM (IST)
kutch-news-blast-kemo-steel-company-7-injured

Kutch: કચ્છ જિલ્લાના અંજારના બુઢારમોરામાં આવેલી કેમો સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જે બાદ ભઠ્ઠીમાંથી સ્ટીલ ઓગળતા કંપનીમાં કામ કરી રહેલા 7 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા. જે પૈકી 4 શ્રમિકોની હાલત નાજુક જણાતા તેઓને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અંજારના બુઢારમોરામાં આવેલી કેમો સ્ટીલ કંપનીમાં આજે રાબેતા મુજબ શ્રમિકો કામ કરી રહ્યા હતા. જેમાં સ્ટીલ ઓગાલથી વખતે આ દુર્ઘટના ઘટી હતી. જેના કારણે સ્ટીલ ઓગળીને ભઠ્ઠીમાંથી ઉભરાઈ ગયું હતુ. આ સમયે કંપનીમાં કામ કરી રહેલા 7 જેટલા શ્રમિકો તેની ચપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝ્યા હતા.

બીજી તરફ આ બાબતની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે દાઝેલા શ્રમિકોને બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જે પૈકી 3 શ્રમિકોની હાલત નાજુક જણાતા તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.