Kutch: ભુજ નગર પાલિકા વિસ્તારમાં ગાયોના મોત મામલે રજૂઆત કરવા આવેલા ગૌરક્ષકો પૈકી એક જણાએ નગર પાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરને પોલીસની હાજરીમાં થપ્પડ મારી દેતા ચકચાર મચી જવા પામી છે.
હકીકતમાં ગૌરક્ષકોના 20 જેટલા આગેવાનો ભુજની નાગોર ડમ્પિંગ સાઈટ પર ગાયોના મોત મામલે નગર પાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા. જ્યાં ગૌરક્ષકો ઉગ્ર રજૂઆત કરી રહ્યા હતા અને ઘનશ્યામ ઠક્કર શાંતિથી સાંભળી રહ્યાં હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા એક ગૌરક્ષકે પ્રમુખ ઘનશ્યામ ઠક્કરને લાફો ઝીંકી દીધો હતો.
ખાસ વાત એ છે કે, જે સમયે પાલિકા પ્રમુખને થપ્પડ મારવામાં આવી, ત્યારે પોલીસ પણ ત્યાં જ હાજર હતી. જો કે આ ઘટના બાદ પોલીસે તમામ ગૌરક્ષકોને બહાર કાઢ્યા હતા.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
