Kutch News: કચ્છ જિલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે એક મોટું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રશાસનના માર્ગદર્શન હેઠળ પોલીસ, પ્રાંત અધિકારીઓ અને તાલુકા મામલતદારોની ટીમ દ્વારા જિલ્લાના 9 તાલુકાઓમાં સપાટો બોલાવ્યો. જેમાં કુલ 30 જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે.

22.485 ચો.મી. જમીન મુક્ત કરાવાઈ
આ આખી કામગીરી દરમિયાન અંદાજે રૂપિયા 1,67,62,770 ની બજાર કિંમત ધરાવતી કુલ 22,485 ચોરસ મીટર સરકારી જમીનને ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર કબજો કરનારાઓથી મુક્ત કરાવવામાં આવી છે. ધાર્મિક, વાણિજ્યિક અને રહેણાંક દબાણો પર વહીવટી તંત્રે બુલડોઝર ફેરવી દિધું છે. હટાવાયેલા 30 દબાણોમાંથી વાણિજ્યિક દબાણ 17 ધાર્મિક દબાણ 11 રહેણાંક દબાણ 02 સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે.

કચ્છમાં ચાલી બુલડોઝર કાર્યવાહી
હાલ કચ્છ જિલ્લાામાં બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. ભુજ સિવાય ગાંધીધામમાં 2, નખત્રાણામાં 3 અને અબડાસા તાલુકામાં 5 ગેરકાયદેસર દબાણોને તોડી નાખવામાં આવ્યા છે. તેમજ માંડવી, મુંદ્રા, ભચાઉ, લખપત અને રાપર તાલુકાઓમાં બુલડોઝર કાર્યવાહી કરાઈ છે. વહીવટી તંત્રે સ્પષ્ટતા કરી છે કે, આગામી સમયમાં પણ દબાણમુક્ત કાર્યવાહી ચાલુ રહેશે.
