Gujarat Local Body Election Result: ભચાઉ નગરપાલિકામાં ભાજપનો દબદબો, તમામ 28 બેઠક પર કેસરિયો લહેરાયો

28 બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો બિનહરીફ જીતી હતી. જ્યારે બાકીની બેઠકો માટે વોર્ડ નંબર 1, 2, 3 અને 6માં મતદાન યોજાયું હતું જે પણ ભાજપે કબજે કરી લીધી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 18 Feb 2025 06:35 PM (IST)Updated: Tue, 18 Feb 2025 06:35 PM (IST)
gujarat-local-body-election-result-bjp-dominates-in-bhachau-municipality-kesario-waved-on-all-28-seats

Gujarat Local Body Election Result: ગુજરાતમાં પ્રથમવાર 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે.

કચ્છની ભચાઉ નગરપાલિકાની 28 બેઠકનું પરિણામ જાહેર થયું છે. જે તમામ બેઠક પર ભગવો લહેરાયો છે. 28 બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો બિનહરીફ જીતી હતી. જ્યારે બાકીની બેઠકો માટે વોર્ડ નંબર 1, 2, 3 અને 6માં મતદાન યોજાયું હતું જે પણ ભાજપે કબજે કરી લીધી છે.

5 હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં હતા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી હતી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ હતી. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતા.