Cyclone Biporjoy Videos: બિપોરજોય વાવાઝોડાએ અનેક જગ્યાએ સર્જી તારાજી, ભુજના અનેક વિસ્તારો જળબંબાકાર, ભારે પવનના કારણે સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 16 Jun 2023 12:44 PM (IST)Updated: Fri, 16 Jun 2023 12:58 PM (IST)
cyclone-biporjoy-latest-videos-and-photos-of-cyclonic-storm-trees-uprooted-many-areas-of-bhuj-were-flooded

Cyclone Biporjoy Videos: વિનાશક બિપોરજોય વાવાઝોડું ગઇકાલે કચ્છના જખૌ બંદર સાથે ટકરાયું હતું. 50 કિ.મી.ની ત્રિજ્યા ધરાવતા વાવાઝોડાની આંખ એટલે કે તેનું કેન્દ્ર બિન્દુ મોડી રાત્રે જખૌમાં દાખલ થયું હતું. કેન્દ્ર બિન્દુ જખૌમાં દાખલ થતાં જ ભારે પવન ફૂંકાયા છે અને ધોધમાર વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં વાવાઝોડું દાખલ થતા જ અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે, ભારે પવનના કારણે સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ થયા પછી NDRFની ટીમે નલિયામાં રોડ ક્લિયરન્સ ઓપરેશન હાથ ધર્યું છે.

ગઈકાલે ગુજરાતના દરિયાકાંઠે 'બિપોરજોય' વાવાઝોડાએ લેન્ડફોલ કર્યા બાદ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદરના નીચાણવાળા વિસ્તારોમાંથી NDRFની ટીમે ફસાયેલા બે લોકોને બચાવ્યા.

(Video Source: NDRF)

બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ થયા પછી NDRFની ટીમે ભુજમાં રોડ ક્લિયરન્સ ઓપરેશન હાથ ધર્યું છે.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બિપોરજોય વાવાઝોડાની અસરનું મૂલ્યાંકન કર્યું.

ગુજરાતના કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ ચાલુ હોવાથી માંડવીમાં ઉખડી ગયેલા વૃક્ષોને દૂર કરવા જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માંડવીમાં સંખ્યાબંધ વૃક્ષો પડી ગયા છે. પવનની ઝડપ વધારે છે અને તેનાથી વધુ નુકસાન થઈ શકે છે. ફાયર વિભાગની એક ટીમ અહીં રોડ ક્લિયરન્સ કામગીરીમાં રોકાયેલી છેઃ માંડવી ખાતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર કે. દસ્તુર

ગઈકાલે ગુજરાતના દરિયાકાંઠે આવેલા બિપોરજોય વાવાઝોડાના કારણે ભુજના અનેક વિસ્તારોમાં જળબંબાકાર.

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી; NDRFના કર્મચારીઓ દ્વારા દ્વારકા ખાતે રોડ ક્લિયરન્સ ઓપરેશન હાથ ધરાયું છે.

કચ્છ જિલ્લામાં હજુ સુધી માનવ જાનહાનિના કોઈ અહેવાલ નથી. હાલમાં મુન્દ્રા, જખૌ, કોટેશ્વર, લખપત અને નલિયામાં ભારે પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાના કારણે દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં પણ વરસાદની અપેક્ષા છે. દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા ભાગોમાં રોડ ક્લિયરન્સનું કામ ચાલી રહ્યું છેઃ ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ

જામનગરમાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા.

માંડવીમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

NDRFની ટીમે કચ્છના લખપત ખાતે રોડ ક્લિયરન્સ ઓપરેશન હાથ ધર્યું છે.

કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી. ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા.

ભારે વરસાદ, ભારે પવનને કારણે મોરબીમાં 300 વીજ થાંભલાઓને નુકસાન.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.