લોકલ ડેસ્કઃ બિપોરજોય વાવાઝોડાં કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં 11 કેવીના 1293 જેટલા ફીડર ઠપ થઈ ગયા છે. જેના પગલે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં છવાઈ ગયો છે. તો બીજી તરફ વાવાઝોડાંની સંભવિત અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના 8 જેટલાં જિલ્લાઓમાં દરિયાકાંઠાની જમીન સુધીના 5 કિલોમીટર વિસ્તારોમાં 65 ગામોમાં હજી પણ વીજ પુરવઠો ન હોવાનું સામે આવ્યું છે.
ગઈકાલે 563 ગામડાંમાં વીજ પુરવઠો ન હતો. તેમાંથી PGVCLની ટેકનિકલ ટીમોએ સાંજે સાત વાગ્યાથી સવાર સુધીમાં કુલ 498 ગામડાંઓમાં વીજ પુરવઠો કાર્યરત કરી આપ્યો છે. હજુ બાકી રહેલ 65 ગામડાંઓમાં કામગીરી ચાલુ છે. 12020 જેટલાં વીજ પોલોને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
તે જ રીતે ગઈ કાલે સાંજે જે.જી વાયના 129 ફીડર ફોલ્ટમાં હતા. તેમાંથી PGVCLની ટેકનિકલ ટીમો દ્વારા કુલ 113 ફીડર શરૂ કરી આપવામાં આવ્યા છે અને બાકી રહેતા 16 ફીડરમાં કામગીરી ચાલુ છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં જામનગર જિલ્લામાં જોવા મળે છે. જામનગર જિલ્લાના 327 ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ હોવાનું સામે આવ્યુ છે. હાલ પીજીવીસીએલની ટીમો દ્વારા ફોલ્ડ થયેલા વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
કયા જિલ્લાઓમાં કેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ
- રાજકોટ એગ્રીકલ્ચર 95
- પોરબંદરમાં જ્યોતિગ્રામ 07, એગ્રીકલ્ચર 106, ગામમો 21
- જુનાગઢ એગ્રીકલ્ચર 120
- જામનગર જ્યોર્તિગ્રામ 03 એગ્રીકલ્ચર 327, ગામો 15
- ભુજ જ્યોર્તિગ્રામ 06, એગ્રીકલ્ચર 217, ગામો 28
- અંજાર એગ્રીકલ્ચર 52
- ભાવનગર એગ્રીકલ્ચર 46
- બોટાદ એગ્રીકલ્ચર 37
- અમરેલી એગ્રીકલ્ચર 124
- સુરેન્દ્રનગર 116
