Bhuj News: કચ્છમાં બપોરે 4.40 વાગ્યે ધરા ધ્રૂજી, 4ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડ્યા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 28 Jan 2024 06:16 PM (IST)Updated: Sun, 28 Jan 2024 07:04 PM (IST)
bhuj-news-4-6-magnitude-earthquake-in-kutch

Bhuj News: કચ્છમાં આજે બપોરે ધરતીકંપ અનુભવાયો હતો. 4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 21 કિ.મી. દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં નોંધાયું હતું. ભૂકંપની અસર સમગ્ર જિલ્લામાં અનુભવાઈ હતી. બંધડી, ભચાઉ, નેર કડોલ સહિતના ગામોમાં આંચકો અનુભવાતા લોકો ગભરાઈને ઘર બહાર દોડી આવ્યા હતા.

કચ્છમાં આજથી 26 વર્ષ પહેલા ભયાનક ભૂકંપ આવ્યો હતો અને છેલ્લા 26 વર્ષથી આફ્ટર શોક આવી રહ્યા છે. આજે આવેલા 4.6ની તિવ્રતાના ભૂંકપના આંચકાના કારણે ખાવડા વિસ્તારમાં છતના નળિયા હલી ગયા હતા અને વાસણો પડી ગયા હતા. ભુજના માધાપરમાં પણ ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભચાઉના ભઠ્ઠા વિસ્તારમાં લોકો ખુલ્લી જગ્યામાં આવી ગયા હતા. માંડવીમાં પણ ભૂંકપની અસર જોવા મળી હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.