Bhachau Railway Station: ભચાઉ રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, રિનોવેશન બાદ આવો હશે સ્ટેશનનો નજારો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 17 Jan 2024 01:03 PM (IST)Updated: Wed, 17 Jan 2024 01:03 PM (IST)
bhachau-railway-station-to-be-redeveloped-under-amrit-bharat-scheme-in-in-ahmedabad-division-with-modern-facilities

Bhachau Railway Station: કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના વિવિધ રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનોને નવા રંગરૂપ આપવામાં આવી રહ્યાં છે. જેમાં કચ્છ જિલ્લાના ભચાઉ રેલવે સ્ટેશનની પણ કાયાપલટ થવા જઇ રહી છે. અન્ય રેલવે સ્ટશનોની જેમ ભચાઉ રેલવે સ્ટેશનને અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવશે. આગામી સમયમાં રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનારી છે. જે ભરૂચ રેલવે સ્ટેશનની ડિઝાઇન અંગેનો વીડિયો સરકાર દ્વારા શેર કરવામાં આવ્યો છે.

41.3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભરૂચ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવા માટે અંદાજીત 41.3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. રેલવે સ્ટેશનની ડિઝાઇન યુનિક હશે. મોર્ડન પેસેન્જર એમેનિટિઝથી રેલવે સ્ટેશનને સજ્જ કરવામાં આવશે.

હરવા-ફરવા માટેની અલાયદી જગ્યા હશે અને એ માટે અલગ એન્ટ્રી ગેટ પણ હશે. રેલવે સ્ટેશન બિલ્ડિંગનું સોફ્ટ અપગ્રેડેશન કરવામાં આવશે. 12 મિટર પહોરા ફોબ કનેક્ટિંગ પરિભ્રમણ સાથે ભરૂચ રેલવે સ્ટેશને આવનારા મુસાફરોને એક અલગજ યાત્રાનો અનુભવ થશે.

naidunia_image

આ સ્ટેશનોની કરવામાં આવી રહી છે કાયાપલટ
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, અસારવા, બારડોલી, ભચાઉ, ભક્તિનગર, ભાણવડ, ભરૂચ, ભાટિયા, ભાવનગર, ભેસ્તાન, ભીલડી, બીલીમોરા (એનજી), બીલીમોરા જં., બોટાદ જં., ચાંદલોડિયા, ચોરવડ રોડ, ડભોઈ જં., દાહોદ, ડાકોર, દેરોલ, ધ્રાંગધ્રા, દ્વારકા, ગાંધીધામ, ગોધરા જં., ગોંડલ, હાપા, હિંમતનગર, જામ જોધપુર, જામનગર, જામવંથલી, જૂનાગઢ, કલોલ, કાનાલુસ જં., કરમસદ રેલવે સ્ટેશનની કાયાપલટ કરાશે.

naidunia_image

આ ઉપરાંત કેશોદ, ખંભાળિયા, કીમ, કોસંબા જં., લખતર, લીંબડી, લીમખેડા, મહેમદાવાદ અને ખેડા રોડ, મહેસાણા, મહુવા, મણિનગર, મીઠાપુર, મિયાગામ કરજણ, , નડિયાદ, નવસારી, નવા ભુજ, ઓખા, પડધરી, પાલનપુર, પાલિતાણા, પાટણ, પોરબંદર, પ્રતાપનગર, રાજકોટ, રાજુલા જં., સાબરમતી (બીજી એન્ડ એમજી), સચિન, સામખીયાળી, સંજાણ, સાવરકુંડલા, સયાન, સિદ્ધપુર, સિહોર જં., સોમનાથ, સોનગઢ, સુરત, સુરેન્દ્રનગર, થાન, ઉધના, ઉદવાડા , ઉમરગાંવ રોડ, ઊંઝા, ઉતરાણ, વડોદરા, વાપી, વટવા, વેરાવળ, વિરમગામ, વિશ્વામિત્રી જં., વાંકાનેર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવનારી છે.

naidunia_image
naidunia_image

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.