સાબરકાંઠા જિલ્લામાં મેઘમહેર: છેલ્લા 4 કલાકમાં તલોદમાં સૌથી વધુ 2.24 ઇંચ વરસાદ નોંધાયો,જાણો

સાબરકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત્ છે. છેલ્લા 4 કલાકમાં તલોદમાં 2.24 ઇંચ અને વડાલીમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો. જાણો હિંમતનગર સહિત તમામ તાલુકાઓના વરસાદના તાજા આંકડા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 18 Sep 2026 12:37 PM (IST)Updated: Fri, 18 Sep 2026 12:37 PM (IST)
sabarkantha-rain-report-talod-2-24-inch-vadali-1-57-inch-rainfall

Sabarkantha rain: મધ્ય અને ઉતર ગુજરાતમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી છે. એમાં મધ્ય ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદ ખાબકતાં સ્થાનિક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોધાયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના 18 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના તાજા આંકડા પ્રમાણે તલોદ અને વડાલી તાલુકામાં સારો એવો વરસાદ ખાબક્યો છે.

તલોદ અને વડાલીમાં વરસાદી માહોલ

છેલ્લા 4 કલાકમાં સાબરકાંઠા જિલ્લાના તલોદ અને વડાલીમાં સારો એવો વરસાદ નોંધાયો છે. તલોદ તાલુકામાં કુલ 2.24 ઇંચ (57 મીમી) વરસાદ વરસ્યો છે. જ્યારે વડાલી તાલુકામાં પણ મેઘરાજાએ બેટિંગ કરતાં 1.57 ઇંચ (40 મીમી) વરસાદ વરસ્યો છે. જિલ્લામાં મેઘ મહેર થતાં નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેવી સ્થિતિ સર્જાઇ છે.

સાબરકાંઠા જિલ્લાના અન્ય તાલુકાઓની સ્થિતિ

જિલ્લાના બીજા તાલુકાઓની વાત કરીએ તો, ઈડર તાલુકામાં કુલ 1.22 ઇંચ (31 મીમી) વરસાદ વરસ્યો છે, જિલ્લા મથક હિંમતનગરમાં 1.06 ઇંચ (27 મીમી) વરસાદ નોંધાયો છે. પ્રાંતિજમાં 1.06 ઇંચ (27 મીમી), ખેડબ્રહ્મા તાલુકામાં 0.67 ઇંચ (17 મીમી), વિજયનગર તાલુકામાં 0.59 ઇંચ (15 મીમી) વરસાદ નોંધાયો હતો.

વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી

સૌથી ઓછો પોશીના તાલુકામાં પણ 0.20 ઈંચ (5 મીમી) જેટલો વરસાદી ઝાપટાં વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.આમ, સાબરકાંઠાના તલોદ, વડાલી, ઈડર, હિંમતનગર અને પ્રાંતિજ જેવા 5 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

  • વડાલી: 1.57 ઇંચ
  • ઈડર: 1.22 ઇંચ
  • હિંમતનગર: 1.06 ઇંચ
  • પ્રાંતિજ: 1.06 ઇંચ
  • ખેડબ્રહ્મા: 0.67 ઇંચ
  • વિજયનગર: 0.59 ઇંચ
  • પોશીના: 0.20 ઇંચ