Sabarkantha: ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિરે આજથી 3 દિવસના ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ, ટ્રાફિક ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 22 Apr 2024 03:16 PM (IST)Updated: Mon, 22 Apr 2024 03:16 PM (IST)
sabarkantha-news-3-day-chaitri-poonam-fair-begins-today-at-ambika-mataji-temple-in-khedbrahma-police-deployment-to-prevent-traffic

Sabarkantha News: ખેડબ્રહ્મા અંબિતા માતાજી મંદિરે આજથી 3 દિવસનો ચૈત્રી પૂનમનો મેળાનો પ્રારંભ થયો છે. આ મહામેળાના ત્રણ દિવસ દરમિયાન દોઢથી 2 લાખ ભક્તો અને 10થી 15 સંઘો દર્શન માટે આવે તેવી અંદાજ સેવવામાં આવ્યો છે. અંબિકા ટ્રસ્ટ દ્વારા મેળા માટે વિષેશ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ મેળા દરમિયાન દોઢથી 2 લાખ ભક્તો દર્શન માટે આવશે. તેમજ 10થી 15 સંઘો પણ આવશે રાત્રિના સમયે ભવાઈ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસ ચાલનારા આ મેળા કોઈ અનિચ્છનીય બનાવ ન બંને તે માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ખેડબ્રહ્મા PSI એ. વી. જોશી જણાવ્યું હતું કે, "ખેડબ્રહ્મા બસ સ્ટેશન પોલીસ ચોકીથી માતાજી મંદિર સુધી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પોલીસનો સ્ટાફ ગોઠવવામાં આવ્યા છે. મંદિરમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે."