Himatnagar: હિંમતનગરમાં ધોળે દિવસે નિવૃત્ત પોલીસકર્મી, તેમના પત્નીની નિર્દયતાપૂર્વક હત્યા

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 30 Apr 2024 05:00 PM (IST)Updated: Tue, 30 Apr 2024 05:00 PM (IST)
retired-policeman-his-wife-brutally-murdered-on-a-rainy-day-in-himmatnagar

Himatnagar: હિંમતનગરમાં ડબલ મર્ડરની ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગયો છે. હિંમતનગરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઘરે આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે.

નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે અને ડબલ મર્ડર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાને પગલે ડોગ સ્કોર્ડ અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા આસપાસમાં રહેતા લોકો અને પરિવારજનોનના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. હત્યા કયા કારણોસર કરવામાં આવી અને હત્યા કરનાર ફરાર હત્યારાઓ કોણ છે, તે દિશામાં પોલીસ તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જોકે, હાલ હત્યાઓ અંગે કોઇ માહિતી સામે આવી નથી. હવે જોવાનું રહ્યું કે, પોલીસ તપાસમાં ઘટના અંગે કઇ-કઇ ચોંકાવનારી વિગતો સામે આવે છે. ઘટનાની જાણ થતાં એસલીબી, એસઓજી, ટીવાય એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. સાથે જ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઉમટી રહ્યા છે. હાલ પોલીસ દ્વારા હત્યાઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા ઘરની આસપાસના સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે.