ખેડબ્રહ્માના અંબિકા મંદિરે આસો નવરાત્રિનો ભવ્ય પ્રારંભ, મંગળા આરતીમાં ભક્તો ઉમટ્યા

ખેડબ્રહ્માના અંબિકા મંદિરે આસો નવરાત્રિનો ભવ્ય પ્રારંભ થયો છે, જ્યાં મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અને સમગ્ર વાતાવરણ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 11 Oct 2026 12:29 PM (IST)Updated: Sun, 11 Oct 2026 12:29 PM (IST)
khedbrahma-ambika-temple-aso-navratri-2026-mangla-aarti-darshan-chachar-chowk

Navratri 2026: આસો નવરાત્રિના પાવન પર્વ પર આજથી ગુજરાતભરના મંદિરોમાં માતા અંબાજી અને નવદુર્ગાનું ભક્તિભાવથી પૂજન અર્ચન કરવામાં આવે છે. ત્યારે મીની અંબાજી તરીકે ગુજરાતભરમાં પ્રખ્યાત એવા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં સ્થિત અંબિકા મંદિર ખાતે ભક્તોનું ઘડાપૂર ઉમટ્યું છે. નવરાત્રિના પ્રથમ દિવસે વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીના પાવન અવસરે માઇભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો અને સમગ્ર ચાચર ચોક જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો।

ચાચર ચોકમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું મહેરામણ

આસો સુદ એકમના પ્રારંભ સાથે જ અંબિકા માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી. ખાસ કરીને વહેલી સવારે આરતીમાં દર્શનનો લાભ લેવા માટે ખેડબ્રહ્મા ઉપરાંત આસપાસના વિસ્તારોના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. માતાજીના દર્શન કરીને તેઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી.

નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન

નવરાત્રિના પહેલા દિવસે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી માતા અંબાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. માતાજીને પવિત્ર પ્રસંગે સુંદર આભૂષણોનો શણગાર કરાયો હતો. માતાજીના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા.