Bunny Gajera: બન્ની ગજેરાની મુશ્કેલીઓમાં વધારો, ગોંડલમાં વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ

આ ફરિયાદ ભરત ઢોલરીયા નામના એક વેપારી દ્વારા કરવામાં આવી છે. ફરિયાદમાં બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 20 May 2025 03:11 PM (IST)Updated: Tue, 20 May 2025 03:11 PM (IST)
youtuber-bunny-gajera-complaint-filed-gondal-rajkot

Bunny Gajera Arrest: અલ્પેશ ઢોલરિયા સામે મેદાને પડેલા ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેના વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. આ પોલીસ ફરિયાદ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ ફરિયાદ ભરત ઢોલરીયા નામના એક વેપારી દ્વારા કરવામાં આવી છે. ફરિયાદમાં બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાએ ભરત ઢોલરિયાના પરિવારની સ્ત્રીઓના ચારિત્ર્ય વિશે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કૃત્યથી ઢોલરિયા પરિવારની પ્રતિષ્ઠાને હાની પહોંચી છે અને તેમને માનસિક ત્રાસ થયો છે.

ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે આ ફરિયાદ નોંધીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ હવે આક્ષેપોની સત્યતા ચકાસશે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે. આ ઘટનાથી રાજકોટમાં ચકચાર મચી ગયો છે અને લોકો સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છેકે, અલ્પેશ ઢોલરિયા દ્વારા બન્ની ગજેરા સામે 10 કરોડનો બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. જો બન્ની બદનક્ષીભર્યા વીડિયો સોશિયલ મીડિયામાંથી હટાવી લે અને માફી માગી લે તો મામલો તે આગળ વધારવા માગતા નથી તેવું અલ્પેશ ઢોલરિયાના વકીલનું કહેવું છે.