Rajkot News: છેલ્લા કેટલાક દિવસથી ગોંડલના અલ્પેશ ઢોલરિયા વિશે વીડિયો બનાવનારા બન્ની ગજેરા સામે છેલ્લા 72 કલાકમાં બે પોલીસ ફરિયાદ થઈ છે. બન્ની ગજેરા સામે બે દિવસ પહેલા ઉપલેટાના ભાયાવદરમાં એટ્રોસિટીની ફરિયાદ અને એ પછી જેતપુરના ગુંદાળા ગામે 3 લાખ રૂપિયાનો ચેન પહેરવા લીધો અને પરત ના આપ્યો તે અંગે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ પછી પોલીસે બન્ની ગજેરાની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.
મહત્ત્વનું છે કે, અલ્પેશ ઢોલરિયાએ થોડાક સમય પહેલાં જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે, ગણેશ ગોંડલને અમે અમારા ખભે બેસાડીને ગોંડલની ચૂંટણી જીતાડીશું. ત્યારબાદથી બન્ની ગજેરાએ સોશિયલ મીડિયામાં બનાવવાની શરૂઆત કરી હતી. જેમાં નિખિલ દોંગાની ગોંડલ ચૂંટણી લડશે એવી વાત પણ બન્ની ગજેરાએ વીડિયોમાં કરતાં મામલો ગરમાયો હતો.
મળતી માહિતી મુજબ, જેતપુરના ગુંદાળા ગામના એક યુવાન પાસેથી લગ્ન પ્રસંગ માટે પહેરવા માટે સોનાનો 3 લાખનો એક ચેન બન્ની ગજેરા લીધો હતો અને પરત ના આપતા ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અંગે બન્ની ગજેરાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે. જેમાં લખ્યું છે કે, મારા વિરુદ્ધ ફરિયાદ ભલે કરવા માંડ્યા પણ સાબિત કરવા માટે તૈયાર રહેજો. પછી સમાધાન કરવા હવે ના આવતા. હવે આખા આ મામલે જવાબ દેવાનો છે.
