ગાંધી જયંતી પર વેપારીઓનો અનોખો વિરોધઃ 'આજે રોકડા, કાલે ઑનલાઈન' સાથે QR કોડ ઢાંકી No UPI Day મનાવ્યો

ગાંધી જયંતીના દિવસે ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ નવા MDR નિયમોના વિરોધમાં 'નો યુપીઆઈ ડે' મનાવ્યો. તેઓએ QR કોડ મશીન ઢાંકીને રોકડ વ્યવહાર પર ભાર મૂક્યો અને MDR ચાર્જમાંથી મુક્તિની માંગ કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 02 Oct 2026 07:41 PM (IST)Updated: Fri, 02 Oct 2026 07:41 PM (IST)
traders-celebrate-no-upi-day-across-gujarat-qr-codes-covered-in-unique-protest

NO UPI Day Gujarat: ગાંધી જયંતીના દિવસે ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ ‘નો યુપીઆઈ ડે’ જાહેર કર્યો છે. રાજકોટ અને વડોદરામાં વેપારીઓએ QR કોડ મશીન પર કાળું કપડું ઢાંકી દીધું છે અને દુકાનો પર Sorry For Today, No UPI’ના પોસ્ટર લગાવ્યાં છે.

રાજ્યના આશરે 600 ટ્રેડર્સ યુનિયનો આ વિરોધમાં જોડાયા છે. ઓટો મોબાઈલ, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, કાપડ માર્કેટ અને જ્વેલરી માર્કેટના વેપારીઓ આજે UPI વ્યવહાર નહીં લે. હવે માત્ર રોકડથી વેપાર થશે તેવું જણાવાયું છે. આજે આશરે 50 કરોડ રૂપિયાના વ્યવહાર પર સીધી અસર પડવાની શક્યતા છે.

વેપારીઓનો વિરોધ UPIના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ના નવા નિયમો સામે છે. આ નિયમો 15 ઓક્ટોબર 2026થી લાગુ થવાના છે.

વ્યક્તિથી વ્યક્તિની ચુકવણી અને 2,000 રૂપિયા સુધીની મર્ચન્ટ ચુકવણી પર કોઈ ચાર્જ નહીં લાગે, પણ 2,000થી વધુની પસંદગીની મર્ચન્ટ ચુકવણી પર 0.4 ટકા અને શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ તથા કેપિટલ માર્કેટના વ્યવહાર પર 0.02 ટકાનો ખઉછ નક્કી થયો છે. વેપારી એસોસિએશનોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને MDR ચાર્જમાંથી મુક્તિની માગ કરી છે.