Rajkot News:ઉનાના મેણ ગામે તબીબના અપહરણ અને લૂંટના ચકચારી કેસમાં આખરે પોલીસે 10 દિવસ બાદ ભેદ ઉકેલ્યો

Rajkot News:ગત સપ્ટેમ્બરે ઉનાના મેણ ગામે તબીબ નફિસ સુમરાનું અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી હતી. આરોપીઓ પોલીસ અને પત્રકાર ના સ્વાંગમાં આવ્યા હતા અને તબીબને નિશાન બનાવ્યો હતો

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 28 Sep 2026 11:50 PM (IST)Updated: Mon, 28 Sep 2026 11:50 PM (IST)
the-police-finally-solved-the-sensational-case-of-a-doctors-abduction-and-robbery-in-men-village-of-una-after-10-days

Rajkot News:ગત સપ્ટેમ્બરે ઉનાના મેણ ગામે તબીબ નફિસ સુમરાનું અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી હતી. આરોપીઓ પોલીસ અને પત્રકાર ના સ્વાંગમાં આવ્યા હતા અને તબીબને નિશાન બનાવ્યો હતો

ડોક્ટર નું સ્વિફ્ટ કાર અપહરણ કરી .10 લાખ ની ડિમાન્ડ કરી હતી. જોકે ગામ લોકો એ પીછો કરતા આરોપીઓ ડોક્ટર ને રસ્તા માં જ છોડી નાસી છૂટ્યા હતા...અને 11 હજાર ની લૂંટ ચલાવી હતી

આ કેસની તપાસ દરમિયાન ફરિયાદીના સગા ભત્રીજા અલ્કેશ સુમરા સહિત સ્થાનિક અને બહારના આરોપીઓની સંડોવણી સામે આવી છે. ગીર સોમનાથ lcb પોલીસે અમદાવાદના ચાંદલોડિયાના કૌશિક પ્રહલાદભાઈ પંચાલ, મહેસાણાના મિતેશ ઉર્ફે મોન્ટુ મનજીભાઈ ડાભી સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
જો કે એક યુવતી સહિત હજુ 3 આરોપી ફરાર છે

પોલીસના દાવા મુજબ, કૌશિક પંચાલના મોબાઈલમાંથી પોલીસના બોગસ આઈડી મળી આવ્યા છે. જ્યારે મિતેશ ઉર્ફે મોન્ટુ ડાભી બોગસ પત્રકાર બની ફરતો હોવાનો પણ આરોપ છે.

પોલીસ હવે આરોપીઓ બોગસ પોલીસ અને બોગસ પત્રકાર બની લોકોને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવતા હતા કે કેમ, તે દિશામાં તપાસ કરી રહી છે. ઉનાના નદીમ સિદ્દીક કાતરિયાને સમગ્ર કારસ્તાનનો મુખ્ય સૂત્રધાર ગણાવવામાં આવ્યો છે.
પકડાયેલા છ આરોપીઓમાં કૃણાલપુરી બળદેવપુરી ગોસ્વામી, મિતેશ ઉર્ફે મોન્ટુ ડાભી, કૌશિક પંચાલ, શ્રેયસ રાજેન્દ્ર પટેલ, નદીમ સિદ્દીક કાતરિયા અને અલ્કેશ યાકૂબ સુમરાનો સમાવેશ થાય છે.

તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા મહેસાણાના બે આરોપીઓના બે દિવસ અને અન્ય ચાર આરોપીઓના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે.હવે રિમાન્ડ દરમિયાન વધુ વિગતો સામે આવે છે કે નહીં અને આરોપીઓએ અગાઉ પણ આ પ્રકારના ગુના કર્યા છે કે કેમ, તે અંગે પોલીસ તપાસ તેજ કરી છે.