Rajkot News:14 વર્ષ પૂર્વે થયેલી 12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો,કોસ્મેટીકના વેપારીની આંખમાં મરચુ છાંટી લૂંટ ચલાવનાર ત્રણ ઝડપાયા

Rajkot News:શહેરના હોસ્પિટલ ચોક નજીક 14 વર્ષ પૂર્વે કોસ્મેટિકના વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી 12 લાખની થયેલી લુંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 17 Aug 2026 06:07 PM (IST)Updated: Mon, 17 Aug 2026 06:07 PM (IST)
the-mystery-of-the-robbery-of-12-lakhs-that-happened-14-years-ago-has-been-solved-three-people-who-robbed-a-cosmetics-dealer-by-throwing-pepper-in-his-eyes-have-been-arrested

Rajkot News:શહેરના હોસ્પિટલ ચોક નજીક 14 વર્ષ પૂર્વે કોસ્મેટિકના વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી 12 લાખની થયેલી લુંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે.રૂપિ.12 લાખની રોકડની ચકચારી લૂંટના આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે,જયારે ટીપ આપનાર વેપારીની દુકાનમાં કામ કરતા કર્મચારીની શોધખોળ શરૂૂ કરી છે.


મળતી વિગતો મુજબ વર્ષ 2012માં હોસ્પિટલ ચોક નજીક ઠાકર હોટલ પાછળની શેરીમાં રહેતા કોસ્મેટિકના વેપારી હાતિમભાઈ કાથાવાલા પોતાના એકટીવા ઉપર રૂૂ.12 લાખની રોકડ લઇ જતા હતા ત્યારે લૂંટનો આ બનાવ બન્યો હતો. હાતિમભાઈના મોટરસાઇકલ આડે સ્કુટર ઉભું રાખી તેમને આંતર્યા હતા. ત્યારબાદ તેમની આંખમાં મરચાની ભૂકી નાખી, મોઢા પર મુક્કા મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્રણ શખ્સોએ એક્ટિવાના આગળના ભાગે રાખેલી રૂૂ. 12,00,000 ની રોકડ રકમ ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.

આ અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, આ લુંટની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોપવામાં આવી હતી. 14 વર્ષ પૂર્વે થયેલી રૂૂ.12 લાખની લુંટમાં પોલીસને કોઈ મહત્વની કડી મળી ન હતી તે દરમિયાન આ લુંટના બનાવ બાદ ભાગ બટાઈમાં થયેલ ડખ્ખો પોલીસ માટે 14 વર્ષે મહત્વનો સાબિત થયો હતો.

ટોળકી 14 વર્ષ સુધી બેખોફ બની ગુના આચરતી રહી છતા પોલીસ ઉંઘતી રહી
14 વર્ષ પૂર્વે બનેલા રૂૂ.12 લાખની લુંટ ચલાવનાર ટોળકી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આશ્ચર્યની વાત છે કે, વર્ષ 2012માં બનેલ આ લુંટમાં સંડોવાયેલ અબઝલ,રાકેશ અને ઇકબાલે છેલ્લા 14 વર્ષમાં અનેક ગુનાને અંજામ આપ્યા છતાં પોલીસ ધરપકડ બાદ પણ અબઝલ,રાકેશ અને ઇકબાલે પોલીસ સમક્ષ 12 લાખની લુંટની કબુલાત આપી નહી ,કે પોલીસે આ લુંટનો ભેદ ઉકેલવામાં તસ્દી લીધી નહી, અબઝલ ઉર્ફે સદ્દામની સામે પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચોરી, પ્રોહિબિશન અને બી.એન.એસ. તથા જી.પી.એક્ટની વિવિધ કલમો હેઠળ આશરે 5 ગુનાઓ નોંધાયેલા છે.