Rajkot: પોલીસ ભરતીની દોડમાં માત્ર 10 સેકન્ડ માટે રહી જતાં હતાશ યુવતીનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક ઝેરી પાવડર પી લેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Feb 2026 08:41 PM (IST)Updated: Thu, 05 Feb 2026 08:41 PM (IST)
rajkot-young-woman-attempts-suicide-after-missing-police-recruitment-run-by-10-seconds
પ્રતિકાત્મક તસવીર
HIGHLIGHTS
  • બગદાણા પંથકની યુવતી 3 વર્ષથી પોલીસ ભરતી માટે તૈયારી કરે છે

Rajkot: સરકારી નોકરી મેળવવા માટે યુવા વર્ગ તનતોળ મહેનત કરતો હોય છે. હાલમાં પોલીસ ભરતી ચાલી રહી હોય જેમાં ખાખી વર્દી પહેરવા અનેક યુવાનો અને યુવતીઓ હોશેહોશે દોડવાની પ્રેક્ટીસ કરી દોડની પરીક્ષા દેવા આવતા હોય છે.

રાજકોટમાં મવડી હેડકવાર્ટર ખાતે પોલીસ દોડની પરીક્ષા ચાલી રહી હોય જેમાં બગદાણા પંથકની યુવતી દોડમાં 10 સેકેન્ડ માટે રહી જતા તેણીએ નાસીપાસ થઇ બસ સ્ટેન્ડ નજીક ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બગદાણા નજીક નાના ખુંટવડા ગામે રહેતી ગુલાબ જીતુભાઇ ગોહેલ (ઉ.વ.21)નામની યુવતીએ આજે સવારે રાજકોટ એસટી બોસપોર્ટ નજીક અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ યુવતીનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં યુવતી રાજકોટ મવડી હેડકવાર્ટર ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની દોડ માટે આવી હતી. જે દોડમાં તેણી 10 સેકેન્ટ માટે રહી જતા તેણીએ આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.

વધુમાં યુવતી બે ભાઇ બે બહેનમાં નાની અને તેના પિતા ખેતી કામ કરે છે. તેણી પોલીસની નોકરી માટે ત્રણ વર્ષથી તૈયારી કરતી હતી જો કે દોડમાં 10 સેકેન્ડ માટે રહી જતા લાગી આવવાથી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો.