Rajkot Suicide News: રાજકોટમાં ડિપ્રેશનમાં રહેતા શિક્ષકે કેરોસીન છાંટી આપઘાત કર્યો, સળગતી હાલતમાં ઘરની બહાર દોડ્યો

રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા 34 વર્ષીય શિક્ષકે એકલવાયાપણું અને ડિપ્રેશનમાં આવી પોતાના પર કેરોસીન છાંટી આપઘાત કર્યો. સળગતી હાલતમાં ઘરની બહાર દોડતા શિક્ષકના ચકચારી CCTV પણ સામે આવ્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 19 Oct 2026 11:41 AM (IST)Updated: Mon, 19 Oct 2026 11:41 AM (IST)
rajkot-teacher-suicide-depression-kerosene-cctv-mavdi-ambedkarnagar

Rajkot Suicide News: રાજકોટ શહેરમાં આવેલા આંબેડકરનગરના મવડી સ્લમ આવાસ વિસ્તારમાં એક ચકચારી અને કરુણ ઘટના સામે આવી છે. અહીં રહેતા 34 વર્ષીય ખાનગી સ્કૂલના શિક્ષક મિતેશ તેરૈયાએ 18 ઓક્ટોબરના રોજ બપોરના સમયે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આગ ચાંપી આપઘાત કરી લીધો હતો. આપઘાત કર્યા બાદ યુવક સળગતી અવસ્થામાં ઘરની બહાર દોડી આવતા આસપાસના લોકોમાં ભારે ભય અને અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

શિક્ષકે કેમ લીધું આત્મઘાતી પગલુ

માલવિયાનગરના પોલીસ મથકના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મરણ જનાર મિતેશ જયસુખભાઇ તેરૈયા કોઠારિયા રોડ પર આવેલી જ્ઞાનદીપ સ્કૂલમાં ટીચર તરીકે કાર્યરત હતો. સાત વર્ષ પહેલા તેણે લગ્ન કર્યા હતા. પરંતુ બે જ વર્ષમાં તેના છૂટાછેડા થઈ ગયા હતા. માતા-પિતા પણ હયાત ન હોવાથી અત્યંત એકલવાયું જીવન જીવતાં તે ડિપ્રેશનમાં સરી ગયો હતો. તે તેના બેન બનેવી સાથે રહેતો હતો.

પાડોશીઓનો આગ બુઝાવવાનો પ્રયાસ

18 ઓક્ટોબરના રોજ બપોરે આશરે 2 વાગ્યા પહેલા મિતેશ આંબેડકરનગરમાં આવેલા પોતાના જૂના મકાને પહોંચ્યો હતો. ત્યાં તેણે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. આગ લાગ્યા બાદ તે સળગતી હાલતમાં રસ્તા પર આવી જતાં આસપાસના પડોશીઓએ ગોદળા ઢાંકીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. 

ગંભીર રીતે દાઝી જવાના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ માલવિયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.