રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયોઃ 25થી વધુ બેઠકો પર AAP ઉમેદવારોએ બાજી મારી, ગોંડલમાં જીગીશા પટેલની જીત

ગોંડલ ભાજપનો ગઢ ગણાય છે, ત્યારે પંચાયતની 21 બેઠકો પૈકી 17 બેઠકો પર ભાજપની જીત, જ્યારે આમ આદમી પાર્ટીના ફાળે 4 બેઠકો ગઈ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Apr 2026 09:04 PM (IST)Updated: Tue, 28 Apr 2026 09:04 PM (IST)
rajkot-taluka-panchayat-results-2026-gondal-taluka-surprise-aap-s-jigisha-patel-victory-grabs-attention
HIGHLIGHTS
  • જસદણ તાલુકા પંચાયતમાં પણ ભાજપને 15 અને AAPને 6 બેઠક મળી

Rajkot Taluka Panchayat Results 2026: રાજ્ય ચૂંટણી આયોગના આદેશાનુસાર રાજકોટ જિલ્લામાં યોજાયેલી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જો કે 25થી વધુ બેઠકો પર આપ ઉમેદવારોએ બાજી મારી રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે.

જે પૈકી ગોંડલ, જે ભાજપનો ગઢ ગણાય છે, તે ગોંડલ તાલુકા પંચાયતની 21 બેઠકો પરના આજે પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 17 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે આમ આદમી પાર્ટીના ફાળે 4 બેઠકો ગઈ છે. જે પૈકી સૌથી આપ ઉમેદવાર જીગીશા પટેલના વિજયે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.

છેલ્લા એક વર્ષથી જીગીશા પટેલ ગોંડલના ગામડાઓમાં જઈને સતત જનસંપર્ક કરતાં હતા, જેનું પરિણામ તેમને જીત સ્વરૂપે મળ્યું છે. જ્યારે જામકંડોરણા તાલુકા પંચાયતમાં પણ ભાજપે 16માંથી 15 બેઠકો જીતી છે, જ્યારે એક બેઠક આમ આદમી પાર્ટીના ખાતામાં ગઈ છે.

ધોરાજી તાલુકા પંચાયતની 15 બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 11 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસે 3 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક મેળવી છે.

જસદણ તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી ભાજપને 15, આમ આદમી પાર્ટીને 6 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે.

જેતપુર તાલુકા પંચાયતની 19 બેઠકો પૈકી ભાજપે 15 બેઠકો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટીને 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે.

રાજકોટ તાલુકા પંચાયતની 21 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાં ભાજપે 18 બેઠકો જ્યારે આમ આદમી પાર્ટીએ 3 બેઠકો જીતી છે.

પડધરી તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપે 12 અને કોંગ્રેસે 4 બેઠકો જીતી છે.

લોધીકા તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપે 11, આમ આદમી પાર્ટીએ 4 અને 1 બેઠક અપક્ષ ઉમેદવારે જીતી છે.

વિંછીયા તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી ભાજપે 14 કોંગ્રેસે 4 બેઠકો પર જીત મેળવી છે.

કોટડા સાંગાણી તાલુકાની 16 બેઠકોમાંથી ભાજપે 12, આમ આદમી પાર્ટી 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે.

ઉપલેટા તાલુકામાં 18 બેઠકોમાંથી 9 બેઠકો ભાજપને, 8 બેઠકો કોંગ્રેસને અને 1 બેઠક આમ આદમી પાર્ટીને મળી છે.

તાલુકા પંચાયતની ચાર બેઠક બિનહરીફ થઈ છે, જેમાં 7-ગઢડા, 4-દાળીયા, 11 મેવાસા તથા 1 ભાદાજાળીયાનો સમાવેશ થાય છે.

આવી જ રીતે રાજકોટ તાલુકા પંચાયતની કુલ 198 બેઠકો પર પરિણામ જાહેર થયું છે, જ્યારે 4 બેઠકો અગાઉ બિનહરીફ થઈ હતી. જેમાં 7-ગઢડા, 4-દાળીયા, 11 મેવાસા તથા 1 ભાદાજાળીયાનો સમાવેશ થાય છે.