રાજકોટ રેલવે પોલીસને મોટી સફળતાઃ ટેક્સથી બચવા ટ્રેનમાં પાર્સલ મારફતે ચાંદીની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 14.53 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ રેલવે પોલીસે ટ્રેન પાર્સલ દ્વારા ગેરકાયદેસર રીતે હેરાફેરી થતી રૂ. 14.53 લાખની ચાંદી ઝડપી પાડી છે. આ મામલે પોલીસે પાર્સલ મોકલનાર અને મંગાવનારની શોધખોળ શરૂ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Nov 2026 04:54 PM (IST)Updated: Thu, 05 Nov 2026 04:54 PM (IST)
rajkot-railway-police-seizes-1321-kg-silver-worth-rs-1453-lakh-smuggled-via-train

Rajkot: રાજકોટમાં રેલવેમાં પાર્સલ મારફતે ગેરકાયદેસર ઘુસાડેલ રૂ.14.53 લાખની ચાંદી રેલ્વે પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડી આ કૌભાંડમાં સંડોવાયેલ પાર્સલ મોકલનાર અને મંગાવનાર સહિતનાની શોધખોળ શરૂ કરી છે. આ કાર્યવાહીથી રેલવે માર્ગે થતી શંકાસ્પદ હેરફેર કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રેલ્વેમાં ટ્રેનના પાર્સલ મારફતે ધાતુની ગેરકાયદેસર દાણચોરી થતી હોય પશ્ચિમ રેલવે અમદાવાદના DIG કે.એન. ડામોર, પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તેમજ તેમજ ઇન્ચાર્જ DySp એચ.એમ. રાણાના વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ સૂચનાઓ અન્વયે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના PSI બી.જે.જાડેજા, કે.યુ. વાળા તથા ડિસ્ટાફને બાતમી મળી હતી કે, ટ્રેનના પાર્સલ માધ્યમથી મોટા પ્રમાણમાં કિંમતી ધાતુનો શંકાસ્પદ જથ્થો હેરાફેરી થઈ રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પાર્સલમાં ચેકિંગ કરતા 1321.02 કિલોગ્રામ વજન ધરાવતી ચાંદીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની અંદાજિત બજાર કિંમત રૂ. 14,53,100 આંકવામાં આવી છે. આટલા મોટા પ્રમાણમાં ચાંદીનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને મોકલવામાં આવતો હતો તે અંગે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.