રાજકોટમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સામે ગંભીર ગુનો, લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ

રાજકોટના શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સામે લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યાના આરોપસર ગુનો નોંધાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 27 Oct 2026 11:49 AM (IST)Updated: Tue, 27 Oct 2026 11:49 AM (IST)
rajkot-police-head-constable-booked-marriage-promise-complaint

Rajkot Crime News: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સામે ગંભીર ગુનો નોંધાયો છે. આરોપી હાર્દિકભાઈ જગદીશભાઈ કેરાળીયા સામે લગ્ન કરવાની લાલચ આપી ફરિયાદી યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યાના આક્ષેપ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

યુવતીનો પોલીસ કર્મચારી પર આક્ષેપ

આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 69 તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ જગદીશભાઈ કેરાળીયાનો આશરે છ મહિના પહેલાં ફરિયાદી યુવતી સાથે સંપર્ક થયો હતો.

પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયો

આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી ફરિયાદી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે ફરિયાદ નોંધાતાં પોલીસ વિભાગમાં ચર્ચા જાગી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 તેમજ એટ્રોસિટી એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.