Rajkot: ગોંડલમાં 'પતિ, પત્ની ઔર વો'ના ચક્કરમાં હત્યા, પત્નીએ પાવડાના ઘા ઝીંકી પતિની પ્રેમિકાનું માથું છૂંદી નાંખ્યું

પોલીસને ઘટના સ્થળેથી લોહીથી ખરડાયેલો પાવડો અને લેડિઝ પર્સ મળી આવ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 07 Dec 2024 08:49 PM (IST)Updated: Sat, 07 Dec 2024 08:49 PM (IST)
rajkot-news-wife-killed-husband-lover-in-gondal
HIGHLIGHTS
  • પ્રેમીને મળવા પહોંચેલી પ્રેમિકાને મળ્યું મોત

Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાંથી 'પતિ, પત્ની ઔર વો'ના ચક્કરમાં હત્યાની ફિલ્મી કહાની જેવો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં પતિના અન્ય મહિલા સાથેના લફરાથી કંટાળેલી પત્નીએ કાંટો કાઢવા માટે પ્રેમિકાને પાવડાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જલ્પા મેર નામની મહિલાના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા છે અને હાલ તે પોતાના 3 વર્ષના એક પુત્ર સાથે કોઠારીયામાં રહે છે. છેલ્લા દોઢ વર્ષથી જલ્પાના કિશોર હાંડા સાથે પ્રેમસબંધ ચાલતો હતો. આ બાબતે કિશોરની પત્ની જીગ્નાને પણ જાણ હતી.

આજે કિશોરે બોલાવતા જલ્પા તેને મળવા માટે ગોંડલના ધારેશ્વર રોડ પર વાછરા ચોકડી નજીક પહોંચી હતી. આ સમયે કિશોરની પત્ની જીજ્ઞા ત્યાં પહોંચી હતી અને પાવડાના ઉપરા છાપરી ફટકા મારીને જલ્પાનું માથું છૂંદી નાંખ્યું હતુ. જેના કારણે જલ્પાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.

આ બાબતની જાણ થતાં ગોંડલ એ-ડિવિઝન પોલીસ તેમજ LCB સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે ઘટના સ્થળેથી લોહીથી ખરડાયેલો પાવડો અને લેડિઝ પર્સ કબજે કર્યા છે. હાલ તો પોલીસે જલ્પાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.