Rajkot: રૂખડીયાપરામાં કૌટુબિંક કાકાએ સગીર ભત્રીજીને છેડતી કરી, નાના ભાઈને સિગારેટ લેવા મોકલી રૂમમાં પૂરી અડપલાં કર્યાં

આરોપીની પત્ની બીમાર હોવાથી તેણે ભાભીના ઘરે જઈને આજીજી કરતા તેમણે પુત્રીને રસોઈ કરવા મોકલી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Jun 2025 05:46 PM (IST)Updated: Thu, 05 Jun 2025 05:46 PM (IST)
rajkot-news-uncle-molest-teenage-girl-in-rukhadiyapara
HIGHLIGHTS
  • પાડોશીઓએ દરવાજો ખોલતા આરોપી ભાગી છૂટ્યો

Rajkot: શહેરના રૂખડીયાપરા વિસ્તારમાં 11 વર્ષીય બાળકીને કૌટુંબિક કાકાએ રૂમમાં પુરી અડપલાં કરી જાતીય સતામણી કાર્યનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવ અંગે પ્ર. નગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.

આ બનાવ અંગે રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. જેમાં સૌથી મોટી પુત્રી સાથે તેઓ રાજકોટમાં આવેલ એક હોટલમાં કામ માટે જાય છે તેમજ અન્ય સંતાનો ઘરે હોય છે.

ગઈકાલે સાંજના સમયે તેમનાથી થોડે દૂર ભગવતીપરામાં રહેતો તેમનો કુટુંબિક દિયર ઘરે આવ્યો હતો અને જણાવ્યું કે, મારી પત્ની બીમાર છે, તેમને દવાખાને સારવાર માટે પણ લઈ જવી પડે તેમ છે. આથી તમે તમારી એક પુત્રીને મારી ઘરે રસોઈ કરવા માટે મોકલો. આથી મહિલાએ તેમની વચ્ચે 11 વર્ષની પુત્રીને તેમને નાના પુત્ર સાથે આરોપીના ઘરે રસોઈ કરવા માટે મોકલી હતી. સગીરા તેના નાનાભાઈ સાથે આરોપીના ઘરે રસોઈ કરવા માટે ગઈ હતી. આ દરમિયાન આરોપીએ છેડતી કરવાની તક જોતો હતો, પરંતુ સગીરાનો ભાઈ સાથે હોય તેથી તેની કામના પૂરી થઈ શકે ન હતી.

જે બાદ આરોપી સાંજના સમયે સગીરા અને તેના ભાઈને ઘરે મૂકવા માટે આવ્યો હતો ત્યારે પણ સગીરાનો ભાઈ સાથે હોવાથી આરોપીએ સગીરાના ભાઈને સિગરેટ લેવા માટે બજારમાં મોકલી બાદમાં સગીરાને રૂમમાં પૂરી જાતિય સતામણી કરવા લાગ્યો હતો. આ દરમિયાન જ પડોશીઓને શંકા જતા તુરંત જ દોડી ગયા હતા અને દરવાજો ખોલતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જે બાદ ફરિયાદી ઘરે પહોંચતા બનાવની સઘળી હકીકત સામે આવી હતી અને તુરંત જ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગેની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધી પી.આઈ. વી.આર.વસાવા અને ટીમે આરોપીની ધરપકડ કરવા તજવીજ આદરી છે.