Rajkot News: રાજકોટના એક જ પરિવારના ત્રણ સભ્યોનો પડધરી પાસે ઝેરી દવા પી સામૂહિક આપઘાત, સ્યૂસાઇડ નોટ મળી આવી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 22 May 2024 01:52 PM (IST)Updated: Wed, 22 May 2024 02:19 PM (IST)
rajkot-news-three-members-of-a-rajkot-family-committed-mass-suicide-by-drinking-poison-in-paddhari

Rajkot News: રાજકોટ જિલ્લાના પડધરીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના પરિવારે પડધરી ખાતે રિક્ષામાં બેસે માતા, પિતા અને પુત્રએ દવા પી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ કરવામાં આવી છે. હાલ તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મળતી વિગતો અનુસાર રાજકોટથી 25 કિલોમીટર દૂર આવેલા પડધરીના મોટા રામપર ગામ નજીક સરકારી ખરાબાની જમીનમાંથી આજે સવારે એક મહિલા અને બે પુરુષના મૃતદેહો મળ્યા હોવાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળે તપાસ કરતા નજીકમાંથી ઝેરી દવાની બોટલ મળીઆવી હતી. આથી મૃતક ત્રણેય વ્યક્તિએ સામુહિક આપઘાત કર્યો હોવાનું સામે આવ્યો હતું.

naidunia_image

આ સિવાય ઘટના સ્થળેથી એક રિક્ષા પણ મળી આવતા આ ત્રણેય વ્યક્તિઓ રાજકોટથી રિક્ષા લઈને પડધરી પહોંચ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટથી પડધરી પહોંચી રાત્રી દરમિયાન મહિલા સહિત ત્રણ વ્યક્તિએ એકસાથે જ ઝેરી દવા પી આપઘાત કર્યાનું માનવામાં આવી રહ્યું છે. એક જ પરિવારના ત્રણ સભ્યો હતા. જેમાં કાદર ભાઈ મુકાદમ,ફરીદા બેન કાદર ભાઈ મુકાદમ,આસિફ મુકાદમનું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના પહોંચી ત્રણેયના મૃતદેહોને પડધરીને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.

પડધરીની ભાગોળે એક સાથે ત્રણ મૃતદેહો મળી આવતા પડધરીમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને સવારે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકો રાજકોટના હોવાનું જાહેર થઈ રહ્યું છે. પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે વિશેષ વિગતોની રાહ જોવાઈ રહી છે.