Rajkot News: સામાકાંઠે 19 લાખની આંગડિયા લૂંટનો ભેદ ખૂલ્યો, બે શખ્સો ઝડપાયા, બે ફરાર

Rajkot News: શહેરના સામાકાંઠે આવેલી ’પ્રાઇમ એન્ટરપ્રાઇઝ’ નામની આંગડિયા પેઢીમાંથી ગત તા 30 જુલાઈના રોજ દિવસ-દહાડે બંદૂકની અણીએ રૂપિયા 19 લાખની રોકડ રકમની સનસનાટીભરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા આંતરરાજ્ય લૂંટારૂૂ ટોળકીના બે સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે અંતે ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 10 Aug 2026 05:32 PM (IST)Updated: Mon, 10 Aug 2026 05:32 PM (IST)
rajkot-news-the-mystery-of-the-19-lakh-angadiya-robbery-was-solved-two-people-were-arrested-two-are-absconding

Rajkot News: શહેરના સામાકાંઠે આવેલી ’પ્રાઇમ એન્ટરપ્રાઇઝ’ નામની આંગડિયા પેઢીમાંથી ગત તા 30 જુલાઈના રોજ દિવસ-દહાડે બંદૂકની અણીએ રૂપિયા 19 લાખની રોકડ રકમની સનસનાટીભરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા આંતરરાજ્ય લૂંટારૂૂ ટોળકીના બે સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે અંતે ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પોલીસ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પશ્ચિમ બંગાળ તથા ઉત્તર પ્રદેશ ખાતે દરોડા પાડીને આ બંને શાતિર આરોપીઓની ધરપકડ કરી છે.આ લુંટનો સુત્રધાર સહીત બે હજુ ફરાર હોય જેને ઝડપી લેવા અલગ અલગ ટીમો અન્ય રાજયમાં ધામા નાખી તપાસ કરી રહી છે.


બનાવની વિગતો પ્રમાણે ગત તા. 30 જુલાઈ 2026ના રોજ બપોરના સમયે ભાવનગર રોડ પર સ્થિત ’પ્રાઇમ એન્ટરપ્રાઇઝ’ નામની આંગડિયા પેઢીમાં બે અજાણ્યા સશસ્ત્ર ઇસમો અચાનક ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ પેઢીમાં હાજર કર્મચારીઓ પર બંદૂક તાકી, ધાક-ધમકી આપીને હિસાબનો થેલો કે જેમાં રૂૂ. 19,00,000 ની રોકડ રકમ હતી, તે લૂંટીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.


આ સનસનાટીભરી ઘટના બાદ આંગડિયા પેઢીમાં નોકરી કરતા અલ્કેશભાઈ ગીરીશભાઈ ત્રિવેદીની ફરિયાદને આધારે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દિવસ-દહાડે થયેલી આ મોટી લૂંટના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશ્નર ચૈતન્ચ મંડલિક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવામાં માર્ગદર્શન હેઠળ આ લૂંટનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાંચ અને બી ડીવીઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂૂ કરાયો હતો.


તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસથી મળેલી ચોક્કસ બાતમીના આધારે દેશના અલગ-અલગ સાત રાજ્યોમાં તપાસ કરી જેમાં લૂંટમાં સામેલ આરોપી રમઝાનઅલીને પશ્ચિમ બંગાળ ખાતેથી અને તેના સાગરીત પ્રવીણને મથુરા (ઉત્તર પ્રદેશ) ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેને રાજકોટ લાવી રિમાન્ડ ઉપર વધુ પુછપરછ શરૂૂ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ઝડપાયેલા આરોપીઓ રમઝાનઅલી ઉર્ફે રાજુ રાહુલ કુરબાનઅલી શેખ (ઉં.વ. 32, રહે. નાગદા ચરાપોલે મસ્જિદપરા, નોર્થ-24 પરગણા, વેસ્ટ બંગાળ) અને પ્રવીણ ખજીઓ (ઉં.વ. 28, રહે. ઇન્દિરા વિકાસ કોલોની, નવાદા, મથુરા, ઉત્તર પ્રદેશ) સાથે લુંટમાં આસુ ઉર્ફે આસ મોહંમદ અયુબ (રહે. ભાર્ગવા ગલી, ચોકબજાર, કોતવાલી, ઉત્તર પ્રદેશ) અને અરુણ ઉર્ફે ઇલુ ખટીક બીશનસીંગ ખટીક (રહે. ભરતપુર, રાજસ્થાન, હાલ વૃંદાવન)પણ સંડોવાયેલ છે, બન્નેને પકડવા માટે રાજકોટ પોલીસની ટીમે અન્ય રાજ્યોમાં ધામા નાખ્યા છે.