Rajkot News: ઉપલેટામાં 25 વર્ષથી ગૌચરની 1 હજાર વીઘા જમીન પર હતું દબાણ, તંત્રએ બુલડોઝર ફેરવી કરોડોની જમીન ખુલ્લી કરાવી

ધોરાજી પ્રાંતની રાહબરી હેઠળ આજે સવારે ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે આવેલ સર્વ નંબર 18ની ગૌચરથી સરકારી જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 19 Dec 2024 02:50 PM (IST)Updated: Thu, 19 Dec 2024 02:50 PM (IST)
rajkot-news-the-administration-removed-the-encroachment-in-upleta
HIGHLIGHTS
  • 90 કરોડથી પણ વધુની કિંમતની ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી

Rajkot News: રાજકોટ જીલ્લા કલેકટર પ્રભાવ જોશીની સૂચના બાદ રાજકોટ જિલ્લાના ઉપલેટાના હાડફોડી ગામે આજે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. ધોરાજી પ્રાંતની રાહબરી હેઠળ સર્વ નંબર 18ની 1000 વીઘા પર છેલ્લા 25 વર્ષથી સરકારી જમીન પર કબજો જમાવીને બેઠેલા ભુ માફિયા જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ જમીનની અંદાજિત કિંમત 90 કરોડથી પણ વધુ થવા જાય છે.

મળતી વિગતો અનુસાર રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીની સૂચના બાદ ધોરાજી પ્રાંતની રાહબરી હેઠળ આજે સવારે ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે આવેલ સર્વ નંબર 18ની ગૌચરથી સરકારી જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે 1000 વીઘા જેટલી જમીન પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ જમીનની અંદાજિત બજાર કિંમત 90 કરોડથી પણ વધુ થવા જાય છે. છેલ્લા 25 વર્ષથી પણ વધુ સમયથી ભૂ માફિયાઓ દ્વારા ગૌચરની જમીન પર કબજો જમાવીને બેઠા હતા.

કલેક્ટર પ્રભાવ જોશી જણાવ્યું હતું કે ત્યાંના આગેવાનો તેમજ ગૌશાળાના આગેવાનો દ્વારા અનેક ફરિયાદો અને કરવામાં આવી હતી ત્યારબાદ આજે ઉપલેટાના હાડફોડી ખાતે પ્રાત અધિકારી. ધોરાજી ઉપલેટા મામલતદાર. ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ સાથે મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા ત્રણથી ચાર દિવસ સુધી આ જમીન ખુલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.