Rajkot: પુત્રવધુએ 74 વર્ષીય સસરાને હેરાન કરી પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂક્યા, SHE ટીમે સુખદ સમાધાન કરાવ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Sep 2024 05:52 PM (IST)Updated: Sat, 21 Sep 2024 05:52 PM (IST)
rajkot-news-the-74-year-old-mother-in-law-harassed

Rajkot: રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તે માટે શહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં એક SHE ટીમ કાર્યરત છે. આ ટીમ દ્વારા રાજકોટ શહેરની મહિલાઓ, સિનિયર સિટીઝન અને બાળકો પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરે અને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક SHE ટીમ તેમની મદદ કરી તેમની મુશ્કેલીઓનું નિવારણ લાવે તે કાર્ય કરે છે.

ભક્તિનગર પોલીસની SHE ટીમના જાગૃતિબેન ચાવડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોઈ તે દરમ્યાન 74 વર્ષના સીનિયર સિટીઝન તેમના દીકરાની વહુ હેરાન કરતી હોય ઘરેથી કાઢી મૂક્યા હતા. જેમને સાંભળી તેમના દીકરાની વહુને સમજાવી સમાધાન કરી ઘરે મૂકી આવ્યા હતા.

જે બાદ ભક્તિનગરના શાળા નંબર.61 પ્રાથમિક શાળામાં આશરે 180 બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશે સમજાવી પ્રેક્ટિકલ ડેમો કરી પ્રોજેક્ટ સાથે માહિતગાર કર્યા હતા.

રાજકોટ તાલુકા પોલીસના પીઆઇ ડી.એમ.હરીપરાની સૂચનાથી તાલુકા પોલીસ સ્ટેશન શી ટીમના ધારાબેન ચુડાસમા, જાગૃતિબેન, પુષ્પાબેન, નયનકુંવરબા દ્વારા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જડ્ડુસ હોટલમાં સંગીની કલ્બની મહિલાઓને શી ટીમ વિશે,સાયબર ક્રાઇમ નંબર 1930,ટ્રાફિક અવેરનેસ વિશે અને ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર વિશે માહિતગાર કર્યા હતા.

રાજકોટ મહિલા સેલના ACP આર.એસ. બારીઆના માર્ગદર્શન હેઠળ PI બી.ટી.અકબરીની સૂચનાથી SHE ટીમના હંસાબેન પઢિયાર,અવનીબા જાડેજા તેમજ 181 કાઉન્સિલર વૈશાલીબેન ચૌહાણ,મનિષાબેન બાંભણીયા દ્વારા યુનિવર્સલ સ્કૂલના વિદ્યાર્થીનીઓને ઓનલાઈન ગેમથી થતાં નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી તેમજ પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં વધતા જતા આત્મહત્યાના બનાવ અંગે માહિતી આપી હતી. તેમજ ડ્રગ્સ, માદક પદાર્થો જેવા વ્યસનથી દૂર રહેવા તેમજ ચાઈલ્ડ હેલ્પલાઈન,સાયબર ક્રાઇમ અને ટ્રાફિક અવેરનેસ અંગે સમજણ આપવામાં આવી હતી.