Rajkot: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા વિધર્મી શખ્સે જેતપુરમાં રહેતી 16 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરની ઝનાના હોસ્પિટલમાં દાખલ માનેલાભાઈની પુત્રીની સારસંભાળ કરવા માટે આવેલી જેતપુરની 16 વર્ષની સગીરાનું સ્કૂટર પર અપહરણ કરી જઈ દુષ્કર્મ ગુજારતા આ મામલે એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વિધર્મી શખ્સની ધરપકડ કરી છે.
આ મામલે જેતપુરની ભોગ બનનાર સગીરાના પરિવરે નોંધાવેલી ફરિયાદમાં રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતા ઈમરાન અસગરભાઈ કાદરી (22)નું નામ આપ્યું છે. 16 વર્ષીય સગીરાને ઈમરાને અવાર-નવાર દૂષ્કર્મ આચર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો
જેતપુરમાં રહેતી ભોગ બનનાર 16 વર્ષીય સગીરાનો બે માસ પહેલા ઈન્સ્ટાગ્રામ મારફતે આરોપી ઈમરાન સાથે પરિચય થયો હતો. જે બાદ બને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. થોડા દિવસો પહેલા તરુણીના વિસ્તારમાં રહેતા તેના માનેલા ભાઈની 8 માસની પુત્રી બીમાર પડતા તેને રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જયાં બાળકીની સારસંભાળ માટે તેના ભાભી રોકાયા હતા. આથી ભાભીની મદદ માટે ભોગ બનનાર તરૂણી પણ રાજકોટ આવી હતી.
સગીરા રાજકોટ આવ્યાની જાણ આરોપી ઇમરાનને થતા રાજકોટની ઝનાના હોસ્પિટલ પાસેથી સગીરાનું સ્કૂટરમાં અપહરણ કરી જંગલેશ્વર વિસ્તારમાં લઈ ગયો હતો. જયાં તરૂણીને હવસનો શિકાર બનાવી બાદમાં પરત તેને હોસ્પિટલે મુકી જતો રહ્યો હતો. આવી રીતે આરોપીએ તરૂણીને અવાર-નવાર હવસનો શિકાર બનાવી હતી.
બીજી તરફ તરૂણી ઘરે ગયા બાદ આરોપી સાથે ફોનમાં વાત કરતી હોવાથી તેની માતાને જાણ થઈ હતી. આથી તેણે તરુણીની પુછપરછ કરતાં સમગ્ર હકીકત જણાવ્યા બાદ અંતે ફરિયાદ નોંધાવતા એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઈ બોરીસાગર સહિતના સ્ટાફે આરોપી ઈમરાન કાદરીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
