રાજકોટ માટે ગૌરવની ક્ષણ; સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાર્ટઅપની ‘ભારત ઈનોવેટ્સ 2026’ માટે પસંદગી, ફ્રાન્સમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ IINDEPRO ડાયનામિક પ્રાઇવેટ લિમિટેડની ભારત ઈનોવેટ્સ 2026 કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 25 Apr 2026 12:31 PM (IST)Updated: Sat, 25 Apr 2026 12:31 PM (IST)
rajkot-news-saurashtra-university-startup-iindepro-bharat-innovates-2026-france

Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાજકોટનું નામ દુનિયામાં ગુંજતુ કર્યું છે. સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (SUSEC) હેઠળ કાર્યરત IINDEPRO ડાયનામિક પ્રાઇવેટ લિમિટેડની વૈશ્વિક સ્તરે ફ્રાંસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

સૌરાષ્ટ્ર યુનિ.ના સ્ટાર્ટઅપની પસંદગી

કેન્દ્રીય સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત ભારત ઈનોવેટ્સ 2026 કાર્યક્રમ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાર્ટઅપને પસંદ કરવામાં આવી છે. ફ્રાન્સના નીસ શહેરમાં કાર્યક્રમ આગામી 14થી 16 જૂન દરમિયાન યોજાશે. પસંદગી પામેલા 100 સ્ટાર્ટઅપ્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પસંદગી થતા ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે.

100 શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ્સની કરાઈ પસંદગી

સમગ્ર ભારત દેશમાંથી ઘણા સ્ટાર્ટઅપ્સ વચ્ચે યોજાનારી બહુસ્તરીય પસંદગી પ્રક્રિયા, માર્ગદર્શન અને મૂલ્યાંકન પછી માત્ર 100 જેટલા ઉત્તમ સ્ટાર્ટઅપોને વૈશ્વિક મંચ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે.જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાર્ટઅપની પસંદગી થઈ છે.

સ્ટાર્ટઅપ ડ્રોન ટેક્નોલોજીમાં નિષ્ણાંત છે

જ્યારે આ સ્ટાર્ટઅપની વાત કરીએ તો, આ સ્ટાર્ટઅપ ડ્રોન તકનીકના અતિ જટિલ પ્રોપલ્શન સિસ્ટમ અને હાઈ પરફોર્મન્સ મોટર્સ બનાવવામાં ખૂબ જ એક્સપર્ટ છે. આ સ્ટાર્ટઅપે ડિફેન્સ, ફાર્મિંગ અને તેમજ સ્માર્ટ સિટીઝ જેવા ક્ષેત્રોમાં ફાલ્કન, હમિંગબર્ડ, ઈગલ અને કોન્ડોર જેવી અલગ અલગ કેટેગરીની મોટર્સ વિકસાવી છે.