Rajkot News:પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળના જામવંથલી–અલિયાબાડા રેલખંડ પર ડબલિંગના કામ માટે લેવામાં આવનાર બ્લોકને કારણે 24 ઑક્ટોબરથી 4 નવેમ્બર, 2026 સુધી ભાવનગર મંડળની કેટલીક પેસેન્જર ટ્રેનોનું સંચાલન પ્રભાવિત રહેશે. મુસાફરોની સુવિધા અને મુસાફરીનું અગાઉથી આયોજન કરી શકે તે હેતુથી પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
સંપૂર્ણપણે રદ રહેનારી ટ્રેનો
નિર્ધારિત તારીખો અનુસાર, ટ્રેન નંબર 19251 વેરાવળ–ઓખા એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19252 ઓખા–વેરાવળ એક્સપ્રેસ 28 ઑક્ટોબરથી 4 નવેમ્બર, 2026 સુધી સંપૂર્ણપણે રદ રહેશે.
આંશિક રીતે રદ રહેનારી ટ્રેનો
ટ્રેન નંબર 19209 ભાવનગર–ઓખા એક્સપ્રેસ 24 ઑક્ટોબરથી 3 નવેમ્બર, 2026 સુધી ભાવનગરથી રાજકોટ વચ્ચે દોડશે. આ સમયગાળા દરમિયાન રાજકોટ–ઓખા વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ 25 ઑક્ટોબરથી 4 નવેમ્બર, 2026 સુધી રાજકોટથી ભાવનગર વચ્ચે દોડશે. આ સમયગાળા દરમિયાન ઓખા–રાજકોટ વચ્ચે આ ટ્રેનનું સંચાલન રદ રહેશે.
માર્ગમાં નિયંત્રિત કરવામાં આવનારી અને વિલંબથી ઉપડનારી ટ્રેનો
28 ઑક્ટોબર, 2026ના રોજ સિકંદરાબાદથી ઉપડનારી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસને માર્ગમાં 2 કલાક 40 મિનિટ સુધી નિયંત્રિત (Regulate) કરવામાં આવશે.
જ્યારે, 24 ઑક્ટોબર, 2026ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.
રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ટ્રેનોના સંચાલનમાં થનારા આ ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે.
