સગીર બાળકોની ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો ! ક્યાં પરિબળો છે જવાબદાર; સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવૈજ્ઞાનિક ભવનના સંશોધનમાં ચૌંકાવનારો ખુલાસો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધનમાં ખુલાસો થયો છે. 12થી 15 વર્ષની વયે બાળકો કેમ ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળે છે જાણો

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 06 May 2026 09:44 AM (IST)Updated: Wed, 06 May 2026 09:45 AM (IST)
rajkot-news-saurashtra-uni-psychological-study-on-teenage-crimes-and-hormonal-changes

Rajkot News: આજે દેશમાં ક્રાઈમનું પ્રમાણ મોટા ભાગે ખૂબ જ વધી ગયું છે. પરંતુ હાલના તબક્કે નાના બાળકો પણ ક્રિમિનલ એક્ટિવીટીમાં શામેલ થઈ રહ્યા છે. 12થી 15 વર્ષની કુમળી વયમાં બાળકો કેમ ગુનાહિત પ્રવૃતિઓમાં સક્રિય થયા છે. શું એવું કારણ છે કે, નાની વયમાં પણ બાળકો ગુનો કરવામાં ખચકાટ અનુભવતા નથી.

સૌ.યુનિના વિશ્લેષણમાં ખુલાસો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક વિભાગે તાજેતરમાં કરેલા સંશોધનમાં ઘણા ચૌંકાવનારી વિગતો સામે આવી છે. સંશોધનમાં થયેલા ચૌંકાવનારા ખુલાસામાં બાળકોની મેન્ટલ મેચ્યોરિટી શૂન્ય છે. મનોવૈજ્ઞાનિક વિભાગના પ્રોફેસર ડો. યોગેશ જોગસણે જણાવ્યું કે, આજના આધુનિક સમયમાં ઘણા પરિબળો જવાબદાર છે.

બાળકો કેમ ગુનો આચરે છે

બાળકોની બદલાતી જીવન શૈલી અને ખાનપાનને લીધે બાળકોમાં 12થી 13 વર્ષની વયે શારીરિક હોર્મોન્સ એક્ટિવ થઈ જાય છે. જે મગજનો ભાગ સારુ શું છે અને ખરાબ શું છે, તે બાબતનો વિકાસ થયેલો હોતો નથી. બાળકોના મગજમાં પણ એની અસર થાય છે. મનોવૈજ્ઞાનિક ભવનના સંશોધનમાં ચૌંકાવનારા ખુલાસા મુજબ, ત્વરિત આવેગમાં આવીને ગુનો આચરી નાખે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના સંશોધનમાં ગુજરાત રાજ્યમાં અને બીજા રાજ્યોમાં પણ બાળકોએ આચરેલા ગુનામાં વિશ્વેષણથી વિભાગે ચોંકવાનારા પાસાઓ પર પ્રકાશ પાડ્યો છે.

  • અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રના સંપર્કમાં 14 વર્ષીય સગીરા આવી હતી. પરિણામે તે મિત્રે 14 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી.
  • ભાવનગર શહેરમાં 14 વર્ષની ભણતી કિશોરીની સાથે દુષ્કર્મની ઘટનામાં બાળકીને અપરિપક્વ ગર્ભાવસ્થા થઈ હતી.
  • પોરબંદર જિલ્લામાં તાજેતરમાં 12 વર્ષીય કિશોરે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું.
  • કચ્છના શાપર-વેરાવળમાં 13 વર્ષની કિશોરીએ 15 વર્ષના કિશોર સાથે સંબંધ બાધીને બાળકને જન્મ આપ્યો.
  • સુરત શહેરનાં પાંડેસરા વિસ્તારમાં 15 વર્ષની કિશોરી ગર્ભવતી હતી. પરંતુ તેને જાતે જ ગર્ભપાતની દવા લઈ લેતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.
  • વડોદરામાં પણ એક 13 વર્ષના કિશોરે પાડોશીની બાળકી સાથે શારિરીક અડપલા કર્યાનું સામે આવ્યું હતું.
  • જામનગર શહેરમાં મોબાઈલ ગેમિંગ દરમિયાન મિત્ર બનેલા આરોપીએ 15 વર્ષની સગીરાને ભગાડી જઈને તેનું શારીરિક શોષણ કર્યું હતું.
  • દિલ્હીના બવાનામાં 15 વર્ષના કિશોરે તેની પિતરાઈ બહેન પર હુમલો કરી દીધો હતો.
  • મહારાષ્ટ્રના પૂનામાં યુ ટ્યુબ જોઈને 14 વર્ષીય કિશોરીએ જાતે જ બાળકની ડિલીવરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
  • રાજકોટ શહેરમાં પણ 16 વર્ષીય કિશોરે એક સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.