Rajkot: ત્યક્તા પર દુષ્કર્મ આચરનાર બસ ચાલક ઝડપાયો, શારીરિક સબંધનો ઈનકાર કરતાં હવસખોરે શરીરે બચકાં ભર્યા હતા

મહિલાને પતિ સાથે છૂટાછેડા લેવડાવ્યા બાદ લગ્નનો ઈન્કાર કરી દીધો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 20 Nov 2024 06:10 PM (IST)Updated: Wed, 20 Nov 2024 06:10 PM (IST)
rajkot-news-rural-police-held-rape-accused-bus-driver-from-vanthali

Rajkot: રાજકોટમાં રહેતી અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાએ ગઇકાલે વંથલીમાં રહેતા બસ ચાલક વિરુદ્ધ પોતાના પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજકોટ તાલુકા પોલીસે આરોપીને ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું છે.

રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે, પોતાને 3 સંતાનો હતા, જે પૈકી એક દીકરીનું અવસાન થઈ ગયું હતુ. બીજી તરફ પતિ પણ દારૂના રવાડે ચડી જતાં તે ડિપ્રેશનમાં સરી પડી હતી.

આ સમયે તે રાજકોટથી જૂનાગઢ અવરજવર કરતી હતી, ત્યારે રાઘવ ટ્રાવેલ્સની બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં રાહુલ હુંબલ સાથે મુલાકાત થઈ હતી. જ્યાં રાહુલે પીડિતાની સહાનુભૂતિ કેળવીને દીકરીના મૃત્યુના દુ:ખથી બહાર લાવવા માટે વંથલી સ્થિત પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં રાહુલે પીડિતાની પોતાની પત્ની અને માતા સાથે મુલાકાત પણ કરાવી હતી.

જે બાદ રાહુલે મહિલાને દારૂડિયા પતિના ત્રાસથી છૂટાછેડા અપાવીને પોતે લગ્ન કરવાનું વચન આપ્યું હતુ. જે બાદા રાહુલ અવારનવાર મહિલાના ઘરે પહોંચીને તેની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધતો હતો. થોડા દિવસ અગાઉ રાહુલ અચાનક મોડી રાતે પીડિતાના ઘરે પહોંચ્યું હતુ. જ્યાં પીડિતા સાથે શરીર સબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પીડિતાએ ઈનકાર કર્યો હતો. આથી ઉશ્કેરાયેલા રાહુલે મહિલાના ખભા તેમજ આખા શરીરે બચકાં ભરી લીધા હતા. આ સાથે જ પીડિતાને બદનામ કરવાની ધમકી આપીને ભાગી છૂટ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાવતા રાજકોટ તાલુકા પોલીસે આજે આરોપીને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.