Rajkot: રાજકોટ રેન્જ હેઠળના પાંચ દ્વારકા, જિલ્લાઓ દેવભૂમિ જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં વર્ષોથી નાસતા ફરતા ગંભીર ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે નવ નિયુક્ત રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા ખાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયે આવા 29 આરોપીઓ પર આરોપી-વાઇઝ રોકડ ઈનામ જાહેર કર્યા છે. અનેક કેસોમાં ધરપકડ વોરંટ મેળવ્યા હોવા છતાં આરોપીઓ પકડાયા નથી, જેથી હવે જનતાની મદદ લેવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ સ્પષ્ટ આરોપીઓ વિશે સચોટ માહિતી આપશે તેને રૂ.5 હજારથી લઇ 20 હજાર સુધી ના ઇનામ જાહેર કરેલ રકમ મુજબ ઇનામ આપવામાં આવશે અને માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.
રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ગંભીર પ્રકારના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓની વારંવાર તપાસ કરતા મળી આવેલ ન હોય તેમજ તેઓ વિરુધ્ધનું ધરપકડ વોરંટ કોર્ટ માંથી મેળવી બજવણીના પ્રયત્નો કરવા છતાં આરોપીઓ આજદિન સુધી મળી આવેલ નથી તેઓને શોધી કાઢવા માટે પોલીસને સચોટ માહિતી આપનારને રોકડ ઈનામ જાહેર કરેલ છે.
