Rajko: ગોંડલમાં પોલીસ ભરતી માટે દોડની પરીક્ષા પાસ કર્યાની ગણતરીની મિનિટોમાં આશાસ્પદ યુવકનું હાર્ટએટેકથી મોત

પરીક્ષા ગ્રાઉન્ડની બહાર નીકળતા જ નીતિને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડતાં ગોંડલ સિવિલમાં લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવારના અંતે તેનું મોત થયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 02 Feb 2026 04:05 PM (IST)Updated: Mon, 02 Feb 2026 04:05 PM (IST)
rajkot-news-police-recruitment-tragedy-in-gondal-young-aspirant-dies-after-clearing-physical-test
HIGHLIGHTS
  • 5 કિમીની દોડ માત્ર 23 મિનિટમાં જ પૂર્ણ કરીને નીતિન ચૌહાણ ઢળી પડ્યો
  • શિવમ સાર્વજનિક ટ્રસ્ટે વિનામૂલ્યે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી

Rajkot: આજે ગોંડલના SRP ગ્રાઉન્ડ પર ચાલી રહેલી પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના બની છે. ગીર સોમનાથના કોડીનારના 27 વર્ષીય યુવાન નીતિન ચૌહાણે પોલીસ બનવાના પોતાના ત્રણ વર્ષના સપનાને પૂરું કરવા માટે લોહીનું પાણી કર્યું હતું. તેણે નિર્ધારિત સમય કરતાં પણ વહેલી દોડ પૂર્ણ કરી પરીક્ષા પાસ કરી, પરંતુ કમનસીબે ગ્રાઉન્ડની બહાર નીકળતા જ તેને કાળ આંબી ગયો હતો.

મૃતક નીતિન ચૌહાણ (BSC, MSC) ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતો હતો. પોલીસ દળમાં જોડાવાના મક્કમ નિર્ધાર સાથે તે ગોંડલ ખાતેની કસોટીમાં સામેલ થયો હતો. તેણે 5 કિમીની દોડ માત્ર 23 મિનિટમાં જ અત્યંત કુશળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

પરીક્ષા પાસ કર્યાના ગણતરીના મિનિટોમાં જ ગ્રાઉન્ડની બહાર નીકળતી વખતે તેને છાતીમાં સખત દુખાવો ઉપડ્યો હતો. આથી તાત્કાલિક નીતિનને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.

naidunia_image

યુવાનના અચાનક મોતના સમાચારથી તેના પરિવાર અને વતનમાં માતમ છવાઈ ગયો છે. આ કપરી પરિસ્થિતિમાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ અને તેમની ટીમે માનવતા દર્શાવી હતી. ટ્રસ્ટ દ્વારા મૃતદેહને વિનામૂલ્યે કોડીનાર પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, જે બદલ શોકાતુર પરિવારે ટ્રસ્ટનો આભાર માન્યો હતો.