Rajkot: લવે જેહાદના કેસમાં આખરે પોલીસને સફળતા, ટ્યુશનમાંથી સગીરાને ભગાડી જનાર વિધર્મીને નેપાળ સરહદેથી પકડ્યો

મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા આરોપી ઉત્તર પ્રદેશમાં હોવાનું સામે આવતા એક ટીમે UPમાં ધામા નાંખ્યા હતા. હાલ બન્નેને લઈ રાજકોટ આવવા ટીમ રવાના

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 01 Mar 2025 09:58 PM (IST)Updated: Sat, 01 Mar 2025 09:58 PM (IST)
rajkot-news-police-held-accused-from-nepal-border-in-rail-nagar-love-jihad-cases
HIGHLIGHTS
  • વિધર્મી સગીરાની મામાની હોટલમાં કામ કરતો હતો

Rajkot: શહેરના રેલનગર વિસ્તારમાં લવ જેહાદના બનાવમાં પ્ર.નગર પોલીસને આખરે સફળતા મળી છે. જેમાં ટ્યૂશનમાંથી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવકને નેપાળ સરહદેથી ઝડપી પાડ્યો છે. આ સાથે જ પોલીસે તેની ચુંગાલમાંથી સગીરાને મુક્ત કરાવીને બન્નેને રાજકોટ લાવવામાં આવી રહ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલા તેની 15 વર્ષીય દીકરી અને બીજા દીકરા સાથે પિતાના ઘરે રહે છે. ગત 22 ફેબ્રુઆરીના રોજ મહિલા પર ફોન આવ્યો હતો. જેમાં તેમની દીકરી ટ્યુશન ના આવી હોવાનું જણાવ્યું હતુ. જેથી તપાસ કરતાં સગીરાને સાહિલ નામના યુવકે પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું હતુ.

જે બાદ સગીરાએ માતાને મેસેજ કરીને જાણ કરી હતી કે, હું સાહિલની સાથે છું અને ખુશ છું. આ સાહિલ નામનો યુવક સગીરાના મામાની હોટલમાં કામ કરતો હતો. જેથી સગીરાના ઘરે તેની અવરજવર રહેતી હતી. સાહિલ સાથે દીકરી હોવાની જાણ થતાં માતાએ પ્રનગર પોલીસ મથકમાં સાહિલ વિરુદ્ધ FIR પણ નોંધાવી હતી.

આ કેસની તપાસ કરી રહેલી પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેસ કરતાં આરોપી ઉત્તર પ્રદેશમાં હોવાનું ખુલ્યું હતુ. આથી પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશમાં ધામા નાંખ્યા હતા. આ દરમિયાન આજે ઉત્તર પ્રદેશની નેપાળ સરહદેથી પોલીસે આરોપીને ઝડપી પાડીને સગીરાને મુક્ત કરાવી હતી. હાલ તો પોલીસ બન્નેને લઈને રાજકોટ આવવા રવાના થઈ ગઈ છે.