Rajkot: જૂના જકાતનાકા નજીક હીટ એન્ડ રનઃ અજાણ્યા ટ્રકે અડફેટમાં લેતા રાહદારી આધેડનું મોત

બી-ડિવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 20 Aug 2025 05:03 PM (IST)Updated: Wed, 20 Aug 2025 05:03 PM (IST)
rajkot-news-middle-age-man-dead-in-hit-and-run-near-juna-jakat-naka
HIGHLIGHTS
  • સવારે દુકાનથી ઘરે જતાં હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો
  • બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

Rajkot: રાજકોટ શહેરનાં મોરબી રોડ જુના જકાતનાકા પાસે કોલ્ડ્રીંકસની દુકાન નજીક પુરઝડપે આવી રહેલા અજાણ્યા ટ્રકનાં ચાલકે હડફેટે લેતા આધેડનુ ગંભીર હાલતમા સિવીલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તેનુ મોત નીપજયુ હતુ. જ્યારે અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકનાં ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. આ મામલે મૃતકનાં પરિવારજનોની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ શરુ કરી છે.

શહેરનાં પેડક રોડ મારૂતી નગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ લાલજીભાઇ વસોયા નામના 45 વર્ષનાં આધેડ આજે સવારે મોરબી રોડ જૂના જકાતનાકા પાસે આવેલી પોતાની ફેબ્રિકેશનની દુકાન પરથી ઘરે જતા હતા.

આ દરમિયાન પુરઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે આધેડને હડફેટે લેતા જીતેન્દ્રભાઇ ગંભીર રીતે ઘવાયા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત આધેડને ગંભીર હાલતમા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયા તેઓને ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા.

પ્રાથમિક તપાસમાં જીતેન્દ્રભાઇ વસોયાને બે દીકરી છે. તેમજ પોતે બે ભાઇમાં મોટા હતા. અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલકને પોલીસે શોધખોળ શરુ કરી છે. તેમજ બી ડિવીઝન પોલીસ મથકનાં સ્ટાફે જીતેન્દ્રભાઇનાં પરિવારજનોનું નિવેદન લઇ ટ્રક ચાલક સામે ગુનો નોંધવા કવાયત હાથ ધરી છે.