જેતપુર પંથકમાં ઘઉંનો તૈયાર પાક જમીનદોસ્ત થયો, વાવાઝોડા અને કમોમસી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવ્યો

મેવાસા ગામમાં કમોસમી વરસાદ અને ભારે પવને ખેડૂતોની કમર તોડી નાખી છે. મેવાસા ગામમાં અંદાજે 25 વીઘાથી વધુ જમીનમાં વાવેલો ઘઉંનો તૈયાર પાક હવે ઢળી પડ્યો છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 20 Mar 2026 11:04 AM (IST)Updated: Fri, 20 Mar 2026 11:04 AM (IST)
rajkot-news-jetpur-wheat-crop-destroyed-by-storms-and-rain-farmers-face-heavy-loss

Jetpur Wheat Crop Damage: રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા બેસાડી છે. જેતપુર તાલુકાના મેવાસા ગામમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મેવાસા ગામમાં મોટા પ્રમાણમાં તૈયાર થયેલો ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા જગતનો તાત ચિંતામાં ગરકાવ થઈ ગયો છે.

25 વીઘાથી વધુ જમીનમાં વાવેલો પાક ઢળી પડ્યો

જેતપુર તાલુકાના મેવાસા ગામમાં કમોસમી વરસાદ અને ભારે પવને ખેડૂતોની કમર તોડી નાખી છે. મેવાસા ગામમાં અંદાજે 25 વીઘાથી વધુ જમીનમાં વાવેલો ઘઉંનો તૈયાર પાક હવે ઢળી પડ્યો છે. ત્રણ-ત્રણ મહિનાની કાળી મજૂરી બાદ જ્યારે પાક લણવાની અને ઘરમાં લાવવાની તૈયારી હતી, બરાબર ત્યારે જ કુદરત રૂઠી છે. ભારે પવનને કારણે ઘઉંના છોડ જમીન સાથે ચોંટી ગયા છે, જેના કારણે હવે આ પાક નીચેથી સડી જવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.

naidunia_image

વરસાદ થયો એટલે ઘઉં બધા જમીન સાથે ચોંટી ગયા

ખેડૂતોનું કહેવું છેકે, અમારે માવઠાના હિસાબે ઘઉં બધાય ઢળી ગયા છે. કમોસમી વરસાદ થયો, ખબર નહોતી કે વરસાદ આવશે. ઘઉં અમારે ત્રણ મહિનાના થઈ ગયા હતા અને પાકવાની તૈયારીમાં હતા. વરસાદ થયો એટલે ઘઉં બધા જમીન સાથે ચોંટી ગયા છે… એટલે હવે એમાં કોઈ પાક લેવાનું રહે નહિ, નીચેથી સડી જાય. ખાવાના પણ અમારે ઘઉં લેવા પડે એમ છે. બસ માંગ એ જ છે કે આમાં સરકાર થોડી ઘણી સહાય કરે.અમારે માવઠાના હિસાબે ઘઉં બધા ઢળી ગયા છે… ત્રણ મહિનાનો પાક હતો, ખર્ચો ચડાવી દીધો હતો… હવે ખાવાના ઘઉં પણ અમારે વેચાતા લેવા પડશે… સરકાર કઈક સહાય કરે તો સારું…

naidunia_image

વાતાવરણમાં આવેલા એકાએક બદલાવ અને વાવાઝોડા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા હોય તેવી સ્થિતિ સર્જાઇ હોવાનું મેવાસાના ખેડૂતોનું કહેવું છે. ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી રહી છેકે, સરકાર દ્વારા ત્વરિત ધોરણે ખેતીવાડી વિભાગની ટીમો મોકલી નુકસાનીનો સર્વે હાથ ધરે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે. જેથી આ આફતથી થયેલા આર્થિક ફટકામાં થોડી રાહત મળે.