Rajkot: વિધર્મી સગીર ઈન્સ્ટાગ્રામ થકી હિન્દુ વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો, પોલીસે દ્વારકા જતી ટ્રેનમાંથી બન્નેને પકડ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 31 Oct 2023 05:48 PM (IST)Updated: Tue, 31 Oct 2023 05:48 PM (IST)
rajkot-news-heretical-youth-flee-with-girl-student-caught-in-train

Rajkot: શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતી 13 વર્ષની વિદ્યાર્થિનીને ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલા વિધર્મી સગીર પ્રેમજાળમાં ફસાવીે ભગાડી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વિદ્યાર્થિનીના પરિવારજનોએ જાણ કરતાં ભક્તિનગર પોલીસની ટીમે મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ હાથ ધરીને રેલવે સ્ટેશન ખાતેથી બન્નેને ઝડપી પાડ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરાના કાકાની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે 15 વર્ષના વિધર્મી સગીર વિરુદ્ધ અપહરણ, છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી વિધર્મી સગીર કોઠારીયા રોડ વિસ્તારમાં શાકભાજીનો ધંધો કરે છે. જ્યારે ભોગ બનેલી વિદ્યાર્થિની અવારનવાર અહીંથી પસાર થતી હોવાથી તેની સાથે પરિચય કેળવ્યો હતો. જે બાદ વિધર્મીએ વિદ્યાર્થિનીને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મિત્રતા કેળવીને પછી પ્રેમજાળમાં ફસાવી હતી.

ગઈકાલે સગીરા બપોરે ગુમ થઈ જતાં તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને આખરે પોલીસની મદદ લીધી હતી. જેથી ભક્તિનગર પોલીસની ટીમ તપાસ દરમિયાન વિધર્મીના ઘરે પહોંચી હતી, પરંતુ તે પણ ઘરે નહતો મળી આવ્યો. આખરે પોલીસે મોબાઈલ નંબરના આધારે લોકેશન શોધતા તેઓ રેલવે સ્ટેશન હોવાનું જાણવા મળ્યું હતુ. બન્ને જણાં ટ્રેનમાં બેઠા હતા, ત્યારે જ રેલવે પોલીસની મદદથી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં વિધર્મી સગીર વિદ્યાર્થિનીને ભગાડીને સૌ પ્રથમ પોતાના સગાના ઘરે લઈ ગયો હતો. જો કે સગાએ આશરો આપવાનો ઈનકાર કરતાં તે સગીરાને લઈને રેલવે સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાંથી દ્વારકા જઈ રહેલી ટ્રેનમાં બેસી ગયો હતો. જો કે ટ્રેન ઉપડે તે પહેલા જ રેલવે પોલીસે બન્નેને ઝડપી પાડ્યા હતા.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.