Rajkot News: ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાના સમર્થકો વચ્ચે ઘર્ષણમાં રાષ્ટ્રધ્વજનું અપમાન, બે સામે નોંધાયો ગુનો

રાષ્ટ્રધ્વજના અપમાન બદલ થાર કાર પર રાષ્ટ્રધ્વજ લગાવનાર શખ્સ અને રાષ્ટ્રધ્વજ તોડી નાખનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 29 Apr 2025 04:52 PM (IST)Updated: Tue, 29 Apr 2025 04:52 PM (IST)
rajkot-news-gondal-political-clash-national-flag-insult-leads-to-crime-registered

Rajkot News: ગોંડલમા રવિવારે થયેલા વિરોધ પ્રદર્શનમા અલ્પેશ કથિરીયા જૂથ અને ગણેશ જૂથનાં સમર્થકો વચ્ચે ઉગ્ર વિરોધ પ્રદર્શન થયુ હતુ જેમા અલ્પેશ કથિરીયા જૂથનાં સમર્થકે પોતાની થાર કાર પર લગાડેલ રાષ્ટ્રધ્વજ અને આ રાષ્ટ્રધ્વજને તોડી નાખવા બદલ બે સામે ગુનો નોંધાયો છે. રાષ્ટ્ર ધ્વજનાં અપમાન બદલ પોલીસે બંને વિરૂધ્ધ કાર્યવાહી કરી છે.

ગોંડલ માં રવિવારે અલ્પેશ કથીરિયાનાં આગમન વેળા આશાપુરા ચોકડીએ ગણેશ જાડેજાનાં સમર્થકો એ કાળા વાવટા બતાવી કરેલા વિરોધ પ્રદર્શન વેળા હલ્બાબોલ સરજાયુ હતુ.સમર્થકો એ અલ્પેશ કથીરિયાનાં કાફલાને રોકવા પ્રયત્ન કરી નારાબાજી કરી ઉગ્ર દેખાવો કર્યા હતા. આ સમયે અલ્પેશ કથીરિયાનાં કાફલા સાથે જોડાયેલી મહિન્દ્રા થાર પર લગાવેલો રાષ્ટ્ર ધ્વજ કોઇ એ ઉખેડી રસ્તા પર ફેંકી દીધો હતો.

રાષ્ટ્ર ધ્વજનાં અપમાન બદલ બી- ડીવીઝનનાં હેડ.કોન્સ્ટેબલ મદનસિંહ ચૌહાણે તપાસ હાથ ધરી રાષ્ટ્ર ધ્વજ કાઢી નીચે ફેંકનાર હિતેશભાઈ રમેશભાઈ રાઠોડ તથા થાર ચાલક સામે પ્રિવેન્સન નેશનલ ઇન્સલ્ટ ઓનર એકટ કલમ-2 મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરીછે.