Rajkot: ધોરાજીના ઝાંઝમેર ગામમાં ભીમ ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં ભીમ અગિયારસના પવિત્ર દિવસે જુગારનું મુહૂર્ત સાચવીને તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સોને ધોરાજી પોલીસે ઝડપી પાડ્યા છે.
પોલીસના હાથ પકડાયેલા શખ્સોમાં ઝાંઝમેર ગામના સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને સભ્ય સહિત ભાજપના એક અગ્રણીનો પણ સમાવેશ થાય છે. તેમની પાસેથી પોલીસે રોકડા રૂ. 33,150/ નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હકીકતમાં ધોરાજી પોલીસને બાતમી મળી હતી કે, ઝાંઝમેર ગામમાં સહકારી મંડળી પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે ધોરાજીના પી.એસ.આઈ. જે.પી.ગોસાઈ, હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ સાવલિયા, અને પોલીસ સ્ટાફના પ્રવીણભાઈ સગર, હિતેશભાઈ સહિતની ટીમે છાપો માર્યો હતો.
આ તમામ શખ્સો પાસેથી પોલીસે કુલ રોકડા રૂ. 33,150/- કબ્જે કર્યા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી અનિલભાઈ ભીખુભાઈ ચુડાસમા ઝાંઝમેર ગામની સહકારી મંડળીના પ્રમુખ હોવાનું, દામજી રામજી વાછાણી સહકારી મંડળીના સભ્ય હોવાનું અને ધીરુભાઈ બાબુભાઈ આલોદરીયા સહકારી મંડળીના મંત્રી હોવાનું જાણવા મળ્યું છે.
