Rajkot: ગોંડલ ચોકડી નજીક નશેડીએ પતિને દારૂ પીવડાવી પત્નીની છેડતી કરતાં બઘડાટી બોલી, 2 ઈજાગ્રસ્ત

વાહનની રાહ જોઈ રહેલા દંપતી પાસે નશેડી યુવક દારૂની બે થેલી લઈને આવ્યો. જ્યાં પતિ સાથે દારૂ ઢીચ્યા બાદ પત્નીને અડપલા કરતાં મામલો બિચક્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 21 Oct 2025 10:09 PM (IST)Updated: Tue, 21 Oct 2025 10:09 PM (IST)
rajkot-news-drunk-man-molest-women-attack-on-husband
HIGHLIGHTS
  • ઈજાગ્રસ્ત પ્રૌઢ અને યુવકને સારવાર અર્થે સિવિલ ખસેડાયા
  • આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Rajkot: સુરેન્દ્રનગરના ચુડાના વેજલકા ગામે રહેતું દંપતિ નિકાવા ગામે જવા માટે રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક વાહનની વાટ જોતું હતું. આ દરમિયાન એક નશેડી શખ્સ દારૂની બે થેલી સાથે આવ્યો હતો અને વાહનની વાટ જોતા યુવકને એક થેલી દારૂ પીવડાવી તેની પત્નીની છેડતી કરી હતી. જેથી બન્ને વચ્ચે મારામારી થતાં બન્નેને ઈજા પહોંચી હતી. આમ સામસામે મારામારીમાં ઘવાયેલા યુવક અને પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચુડાના વેજલકા ગામે રહેતો મહેશ મનજીભાઈ ધરજીયા નામનો 39 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ગોંડલ ચોકડી બ્રિજ નીચે હતો. આ સમયે સંજય કિશોર ભટ્ટી નામના શખ્સે ધોકા વડે માર માર્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં સંજય કિશોર ભટ્ટી (ઉ.47) ઉપર મહેશ ધરજીયાએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા યુવક અને પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં મહેશ ધરજીયા પોતાની પત્ની સાથે વેજલકા ગામથી નિકાવા ગામ જતો હતો, ત્યારે રાત્રીના સમયે ગોંડલ ચોકડી પાસે વાહનની વાટ જોતો હતો. આ દરમિયાન સંજય ભટ્ટી દારૂની બે થેલી સાથે દંપતિ પાસે આવ્યો હતો. જ્યાં મહેશ અને સંજયે સાથે દારૂ ઢીંચ્યો હતો. જે બાદ સંજય ભટ્ટીએ મહેશ ધરજીયાની પત્નીની છેડતી કરતાં બન્ને વચ્ચે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી