Rajkot: બેડી યાર્ડમાં 950થી વધુ વાહનો ભરી જણસીની મબલક આવક, સૌથી વધુ 6800 મણ સોયાબીનની આવક થઈ

યાર્ડમા વાહનોની અવર-જવર અને ગાડીઓમા ઉતરતા પાકનાં ઢગલાઓએ બજારને જીવંત બનાવી દીધુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 26 Nov 2025 08:27 PM (IST)Updated: Wed, 26 Nov 2025 08:27 PM (IST)
rajkot-news-bumper-arrival-of-commodities-filling-more-than-950-vehicles-in-bedi-yard
HIGHLIGHTS
  • સોયાબીન, ઘંઉ, ચણા, મગ, લસણ, કાળા તલ, સફેદ તલ સહિતાના પાકો વેચાવા આવ્યા

Rajkot: રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ ગુજરાતનાં મહત્વ પૂર્ણ કૃષિ બજારોમાની એક છે . જયાં ખેડૂતો તેમનાં પાકનું વેચાણ કરવા માટે તૈયાર થયેલ જણસીઓ લઇને આવે છે . દરરોજ અલગ અલગ જણસીઓ વેચાણ માટે આવે છે. આજે સોયાબીન, ઘઉ, ચણા, મગ, લસણ , કાળા તલ, સફેદ તલ, સિંગફાડા અને જીરૂની આવક થવા પામી હતી આજે સૌથી વધુ સોયાબીનની આવક થવા પામી હતી.

આજે અંદાજે 950 થી વધુ વાહનોમા જણસીની આવક થતા યાર્ડમા વાહનોની અવર-જવર અને ગાડીઓમા ઉતરતા પાકનાં ઢગલાઓએ બજારને જીવંત બનાવી દીધુ હતુ.

આજે યાર્ડમા સોયાબીનની 6800 મણ, ઘંઉ 6000 મણ , ચણા 6200 મણ, મગ 5800 મણ, લસણ 3300 મણ, સફેદ તલ 4200 મણ, સિંગફાડા 6500 મણ, જીરુની 3000 મણ કાળા તલ 1000 મણ આવક થવા પામી હતી.

naidunia_image

યાર્ડમાં જણસીઓ ભરેલા વાહનોને ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઇ કરવામા આવી હતી . રાજકોટ માર્કેટ યાર્ડનાં ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમેન તથા ડીરેકટરો સહીતનાં સ્ટાફ દ્વારા આ ઉતરાઇની વ્યવસ્થા કરવામા આવી હતી.

naidunia_image